________________
તૃતીય ખંડ
= ૧૭ : અર્થા–અપરાધી માણસ ઉપર પણ પ્રભુ મહાવીરનાં નેત્રે દયાથી જરા નીચે નમેલી કીકીવાળાં અને કરુણાથી આવેલ કિંચિત્ આંસુથી આર્દ્ર બની ગયાં.
(૮) વિશ્વપ્રેમ અને મનશુદ્ધિ :
પ્રેમ-દ્ધપ્રેમ( વ્યાપક મૈત્રી)ને સદ્ગુણ સર્વ પ્રાણું પ્રત્યેની હિતદષ્ટિએ કાર્ય કરે છે, અને એ વત્સલ–મના મનુષ્ય પિતાનું હિત સાધે છે તે વિશ્વના એક ઘટક તરીકે સાધે છે. તેનું હિત પરહિતનું વિરોધી હોતું નથી. (અહીં હિતથી ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક હિત ગ્રહણ કરવાનું છે.) વ્યાપક પ્રેમથી કરેલાં કૃત્યે સ્વ અને પરને હિતકારક હોય છે અને કલ્યાણકર બને છે.
શુદ્ધપ્રેમ(અહિંસા)નાં બે સ્વરૂપ છેઃ (૧) નિષેધાત્મક અને (૨) વિધેયાત્મક નિષેધાત્મક પ્રેમ, બની શકે ત્યાં સુધી કોઈ પણ પ્રાણીને કોઈ પણ જાતની ઈજા કે નુકસાન ન કરવામાં ચરિતાર્થ થાય છે. એ જાતને પ્રેમ સૃષ્ટિનાં ઘણુંખરાં પ્રાણીઓમાં વ્યાપક બની વિહરનારે હોય છે. વિધેયાત્મક પ્રેમ અન્ય પ્રાણીઓની સેવા યા પરોપકારવૃત્તિમાં પરિણમે છે. આ પ્રેમ ભલે ભાવનામાં આખા વિશ્વના પ્રાણીઓને આવરી લેવા માંગે તે પણ તે વ્યવહારમાં જે તે વ્યક્તિની શક્તિની મર્યાદામાં રહીને જ ચરિતાર્થ થઈ શકે છે. કેઈસજજનને પ્રેમ વિશ્વવ્યાપી હોય તેયે તે વ્યક્તિની શક્તિના પ્રમાણમાં મર્યાદિત ક્ષેત્રમાં કાર્યરૂપે પરિણમી શકે છે. પરન્તુ એથી એ વિશ્વપ્રેમ મટી જતે નથી, કેમકે એ વ્યાપક હિત કરવાને ભલે અશક્ત હોય તે પણ વ્યાપક હિતભાવના ત્યાં જલતી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org