________________
દ્વિતીય ખંડ
: ૧૧૭ : આત્માના સંબંધમાં અન્ય દર્શનકારથી જુદા પ્રકારના જૈન સદ્ધાંતે આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે
“તારવા, વરણાગી, , સાક્ષાત્ મોwા, રેડ્ડવરસાળ:, stતક્ષેત્ર મન્ન: પૌષ્ટિાદકcવાંઢાય ! ”
આ સૂત્રમાં આત્માને પહેલું વિશેષણ ચૈતન્યસ્વરૂપવાળે” આપવામાં આવ્યું છે, અર્થાત જ્ઞાન એ આત્માનું અસલ સ્વરૂપ છે. એથી અગાઉ કહ્યા પ્રમાણે નિયાયિક વગેરે દાર્શનિકે જુદ પડે છે. “પરિણામી” [ નવી નવી પેનિઓમાં જુદી જુદી મતિઓમાં ભ્રમણ કરવાને લીધે, જુદી જુદી અવસ્થામાં પરિવર્તમાન હોવાને કારણે પરિણામસ્વભાવવાળ], “કર્તા” અને
સાક્ષાત્ ભક્તા” એ ત્રણ વિશેષણોથી, આત્માને કમલપત્રની જેમ નિર્લેપ–સર્વથા પરિણામરહિત તથા કિયારહિત માનનાર અને એને સાક્ષાત્ ભક્તા ન માનનાર સાંખે જુદા પડે છે. નૈયાયિક વગેરે પણ આત્માને પરિણામી માનતા નથી. “માત્ર શરીરમાં જ વ્યાપ્ત' એ અર્થવાળા “દેહપરિમાણ” વિશેષણથી, આત્માને બધે વ્યાપક માનનારા વૈશેષિક–નિયાયિક સાંખ્ય જુદા પડે છે. “શરીરે શરીરે આત્મા જુદો' એ અર્થવાળા “પ્રતિક્ષેત્રx ભિન્ન” એ વિશેષણથી, એક જ આત્મા માનનારા અદ્વૈતવાદીઓબ્રહ્મવાદીઓ જુદા પડે છે. અને છેલ્લા વિશેષણથી આત્માને પૌગલિક દ્રવ્યરૂપ અદષ્ટવાળે બતાવવાથી કર્મને અર્થાત્ ધર્મ– અધર્મને આત્માને વિશેષ ગુણ માનનારા તૈયાયિક-વૈશેષિકે અને કર્મને તેવા પ્રકારના પરમાણુઓના સમૂહરૂપ નહિ માનનારા વેદાન્તી વગેરે જુદા પડે છે.
* વાદિદેવસૂરિકૃત “પ્રમાણનયતવાલેક' નામક ન્યાયગ્રંથના સાતમા પરિચ્છેદનું પ૬મું સૂત્ર.
x ક્ષેત્ર એટલે શરીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org