________________
: ૯ર :
જૈન દર્શન સંજવલન” કહેવાય છે. આ ઉપરથી સમજાય છે કે “અનન્તાનુબન્ધી” કષાય ટળે ત્યારે ચતુર્થગુણસ્થાનસ્વરૂપ સમ્યકત્વ, બીજા નંબરને કષાય ખસે ત્યારે “દેશવિરતિ, ત્રીજા વર્ગને કષાય હટે ત્યારે સર્વવિરતિ અને “સંજવલન કષાય દૂર થાય ત્યારે વીતરાગ (યથા ખ્યાત) ચારિત્ર પ્રાપ્ત થાય. આમ કષાયોના સેળ ભેદ થયા. એમના સહચારી બીજા નવ ગણાવ્યા છે, જેમને “નેકષાય” કહેવામાં આવે છે. તે છે–હાસ્ય, રતિ (અનુરાગ, પ્રીતિ), અરતિ (અપ્રીતિ, ઉદ્વેગ), ભય, શેક, જુગુપ્સા (ધૃણું) અને પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, આમ ચારિત્રમેહનીયના આ (સેળ અને નવ) પચીશ ભેદે અને દર્શનમેહનીયના પૂર્વોક્ત ત્રણ ભેદ એમ મેહનીય કર્મના કુલ અઠાવીશ ભેદ થયા. તેમાં વિવિધ દનમેહનીય અને અનંતા નુબંધી ચાર કષાય એમ સાતના ઉપશમથી ઉપશમસમ્યકત્વ અથવા ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરેલ આત્મા આઠમા, નવમા બે ગુણસ્થાનમાં બાકીની મેહનીયની એકવીશ પ્રકૃતિએમાંથી–એક લેભ સિવાય–વીશ પ્રકૃતિઓને ઉપશમાવે છે યા ક્ષય કરે છે, અને દશમા ગુણસ્થાનમાં “સૂક્ષ્મ” લેભની દશા ધરાવતે એ ઉપશમક્રિયાની શ્રેણું ચલાવનાર હોય તે એ અવશિષ્ટ લેભાંશને–સૂમીભૂત લેભને ઉપશમાવી અગ્યારમા ઉપશાન્તુમેહ ગુણસ્થાનને સ્પર્શે છે, જ્યારે ક્ષયક્રિયાની શ્રેણી ચલાવનાર એ સૂક્ષમભૂત લેભાશને ક્ષય કરે છે. આ સૂક્ષ્મી ભૂત લેભને ક્ષય થતાં સંપૂર્ણ મેહને નાશ પૂર્ણ થાય છે, જે બારમા ગુણસ્થાનની પરાકાષ્ઠાએ પહોંચેલી સિદ્ધિ છે, જે તત્કાલ કેવલજ્ઞાનની સિદ્ધિ પ્રગટાવે છે.
આગળ જણાવેલ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યેગ એ કર્મબન્ધના હેતુઓમાં આગળ આગળને બન્ધહેતુ હોય ત્યારે એની પછીના બન્ધહેતુ બધાયે હોય, પણ પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org