________________
: ૩૮ :
જૈન દર્શન
મોક્ષનું શાશ્વતત્વ
અહીં એક આશંકા થાય, અને તે એ કે “જે વસ્તુની ઉત્પત્તિ થાય છે, તે વસ્તુને નાશ થાય છે” એ નિયમ અનુસાર, મેક્ષ પણ ઉત્પન્ન થતું હોવાથી તેને પણ અન્ત આવવું જોઈએ, અને અએવ મેક્ષ શાશ્વત ઘટી શકે નહિ.
આના સમાધાનમાં જાણવું જોઈએ કે મોક્ષ કે ઉત્પન્ન થનારી વસ્તુ નથી. માત્ર કર્મ-બન્ધથી છૂટા થવું યા આત્માથી કર્મો ખસી જવાં એ જ આત્માને મોક્ષ છે. આથી આત્મામાં કેઈ નવીન વસ્તુને ઉત્પાદ થતું નથી કે જેથી તેને અન્ત આવવાની કલપના ઊભી થઈ શકે. જેમ વાદળાં ખસી જવાથી જળહળતે સૂર્ય પ્રકાશમાન થાય છે, તેમ કર્મનાં આવરણે ખસી જવાથી આમાના સકલ ગુણે પ્રકાશમાન થાય છે, અથવા એમ કહો કે આત્મા પોતાના મૂલ સ્વરૂપે-જ્યોતિર્મય ચિસ્વરૂપે પૂર્ણ પ્રકાશમાન થાય છે. આનું નામ જ મેક્ષ છે. કહે, આમાં શું ઉત્પન્ન થયું ?
સર્વથા નિર્મળ થયેલ મુક્ત આત્માને પુનઃ કમને સંબંધ થતું નથી, અને તેથી એનું સંસારમાં પુનરવતરણ થતું નથી. કહ્યું છે–
" दग्धे बीजे यथाऽस्यन्तं प्रादुर्भवति नाङ कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ कुरा ।"
(સ્વાધિગમ-શાસ્ત્ર, મહર્ષિ ઉમાસ્વાતિ) * “ર જ પુનરાવાતે, સ પુનરાવર્તતે .”
છાજોપનિષદ્.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org