________________
પ્રથમ ખંડ
: ૩૧ : કર્મપ્રકૃતિઓને તેટલે બન્થ વધારે, અને જ્યાં એ બન્ધહેતુઓ ઓછા હોય ત્યાં કર્મપ્રકૃતિને ઓછે બધે. આ ચાર સાથે પ્રમાદને મૂકતાં બધહેતુઓ પાંચ ગણાય. પરંતુ અસંયમરૂપ પ્રમાદને અવિરતિ કે કષાયમાં અન્તર્ગત કરતાં બન્ધહેતુઓ ચાર ગણાવી શકાય અને મિથ્યાત્વ તથા અવિરતિ એ બે, કષાયના સ્વરૂપથી જુદા નથી પડતાં એમ માનીને ચાલતાં મુખ્યપણે બધહેતુઓ કષાય અને વેગ એમ બે ગણાય.
આ કર્મબન્ધહેતુઓને નિરોધ એના વિરોધી ગુણથી સધાય છે. જેમકે “મિથ્યાત્વ” સમ્યગદર્શનથી, અર્થાત્ આત્માની સાચી જ્ઞાનદષ્ટિથી ખસે છે; “અવિરતિ” વિરતિથી, અર્થાત્ પાપાચરણથી વિરત થવાથી, “પ્રમાદ” અપ્રમત્તભાવથી, અર્થાત્ કર્તવ્યસાધનામાં જાગરૂકપણુથી; અને ક્રોધ, માન, માયા, લોભ એ “કષાયો” અનુક્રમે ક્ષમા, મૃદુતા, ઋજુતા, સન્તુ છથી ખસે છે; અને મનવચન-કાયાના વ્યાપારરૂપ “ગો’ મન-વન-કાયાના સદુપ
ગ તથા સંયમસંસ્કારથી શુભ અને નિર્મળ બને છે, અને તેમના વિરોધના સમયે તેમને નિરોધ થાય છે. આ રીતે કર્મ, બન્ધના હેતુઓને ખાળવા એ “સંવર” છે અને બંધાયેલા કર્મોને અંશતઃ નાશ થવે એનું નામ છે –
નિરા આ નિર્જરા બે રીતે થાય છે. એક નિર્જરા ઉચ્ચ આશયથી કરાતા તપથી [ આત્મસ્પર્શી ઉત્કટ સાધનાથી ] કર્મને જે ક્ષય થાય છે તે છે અને બીજી, કર્મ પિતાના પરિપાકના સમયે ભગવાઈ જઈ ખરી પડે છે એ છે પહેલી નિર્જરા સકામનિર્જરા કહેવાય છે, જ્યારે બીજી અકામનિર્જરા છે. વૃક્ષનાં ફળ જેમ વૃક્ષ ઉપર સ્વતઃ સમય પર પાકે છે, અને ઉપાયથી પણું શીધ્ર તેમને પકાવવામાં આવે છે, એ પ્રમાણે કર્મ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org