________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૧૦ )
તેમની ભાષાશૈલી સરળ અને લાલિત્યપૂર્ણ છે તેમ જ હૃદયસ્પર્શી છે. તેમના જીવન સંબંધી ‘ સમાધિતંત્ર' ની પ્રસ્તાવનામાં સવિસ્તર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાંથી જાણી લેવા વિનંતી છે.
સંસ્કૃત ટીકાકા૨ પંડિતપ્રવર શ્રી આશાધરજી
જન્મ-જન્મસ્થળ
મારવાડનો મુલક જે સપાદલક્ષ નામથી જાણીતો હતો તેના મંડળકર નગરમાં વિદ્વાન ઋષિતુલ્ય કવિ આશાધરજીનો જન્મ લગભગ વિ. સં. ૧૨૩૦ થી ૩૫ સુધીમાં થયો હતો.
માતા-પિતા-પત્ની-પુત્ર
તેમના પિતાનું નામ શ્રી સક્ષક્ષણ હતું. તેઓ જૈનકુળના વાઘેરમાલ વંશના હતા. તેમની માતાનું નામ શ્રીરત્ની હતું.
તેઓ ‘સરસ્વતી પુત્ર' બિરુદને યોગ્ય હતા. તેમની પત્નીનું નામ સરસ્વતી અને એકના એક પુત્રનું નામ છાડ હતું. તે અર્જુન રાજાનો મિત્ર હતો. તે પણ વિદ્વાન અને ગુણવાન હતો.
પંડિતજી આ કાળના કાલિદાસ કવિ સમાન હતા. તેઓ જન્મથી અસાધારણ પ્રજ્ઞાવાળા
હતા.
જ્યારે મ્લેચ્છ રાજા શાહબુદ્દિન ઘોરીએ પૃથ્વીરાજને હરાવી દિલ્હીમાં પોતાની રાજધાની સ્થાપી, ત્યારે સપાદલક્ષ દેશમાં મુસલમાની રાજ્ય વ્યાપી ગયું, તે અરસામાં એટલે સં. ૧૨૪૯માં મુસલમાનોના ત્રાસથી બચવા પોતાના પરિવાર સાથે સપાદલક્ષ દેશ છોડી માળવાની રાજધાની ધારાનગરીમાં તેઓ આવી વસ્યા. તે વખતે માળવામાં પરમાર વંશના પ્રતાપી રાજા વિન્ધ્યવર્માનું રાજ્ય હતું. ત્યાં તેમને ધર્મ, અર્થ અને કામ- એ ત્રણ પુરુષાર્થની સાધના કરવાની સારી તક મળી.
ધારાનગરીમાં પં. ધરસેનના શિષ્ય પં. મહાવી૨ પાસે આશાધરજીએ જૈનેન્દ્ર પ્રમાણ અને જૈનેન્દ્ર વ્યાકરણનું અધ્યયન કર્યું હતું. તેઓ વ્યાકરણ, ન્યાય, કાવ્ય અને ધર્મશાસ્ત્રાદિના વિષયમાં પારંગત હતા અને તે તે વિષયોમાં સેંકડો શિષ્યોને તેમણે નિષ્ણાત બનાવ્યા હતા. તેઓ ગૃહસ્થ હતા છતાં મોટા મોટા અનેક મુનિઓ તેમની પાસે વિધાધ્યયન કરીને પોતાની વિદ્યાતૃષ્ણા તૃપ્ત કરતા હતા.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com