Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦) ઇબ્દોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદननु तत्त्वविदोपि भोगानभुक्तवंतो न श्रूयते इति कामान् कः सेवते सुधीरित्युपदेशः कथं श्रद्धीयत इत्याह। काममिति। अत्यर्थ। इदमत्र तात्पर्य चारित्रमोहोद्रेकात् भोगान् त्यक्तुमशक्नुवन्नपि तत्त्वज्ञो हेयरूपतया कामान्पश्यन्नेव सेवते मंदीभवन्मोहोदयस्तु ज्ञानवैराग्य-भावनया करणग्रामं संयम्य सहसा स्वकार्यायोत्सहत एव। तथा चोक्तम् 'इदं फलमियं क्रिया करणमेतदेषक्रमो, व्ययोयमनुषंगजं फलमिदं दशेयं मम। अयं सुहृदयं द्विषन् प्रयतदेशकालाविमाविति प्रतिवितर्कयन् प्रयतते बुधो नेतरः। किंच ‘यदर्थमेतदेवंविधमिति।' भद्र! यत्कायलक्षणं वस्तुसंतापाद्युपेतं कर्तुकामेन भोगाः प्रार्थ्यन्ते तद्वक्ष्यमाणलक्षणमित्यर्थः। स एवंविध इति पाठः। तद्यथा भवन्ति प्राप्य यत्संगमशुचीनि शुचीन्यपि। स कायः संततापायस्तदर्थं प्रार्थना वृथा।।१८।। આચાર્ય સમાધાન કરે છે કે- જોકે જ્ઞાની પુરુષો ચારિત્રમોહનીય કર્મના ઉદયવશ ભોગોને ભોગવવાનો ભાવ છોડવા અસમર્થ છે, પરંતુ તેમને તે પ્રતિ આન્તરિક રાગ નથી. શ્રદ્ધા અને જ્ઞાનમાં તેઓ તે રાગને અહિતકર માને છે તેથી જેવી રીતે અજ્ઞાની ભોગોને હિતકર સમજી તેને એકતા બુદ્ધિથી ભોગવે છે તેવી રીતે જ્ઞાનીને ભોગવવાનો ભાવ નથી. તેને પર દ્રવ્યના સ્વામીપણાનો તથા કર્તાપણાનો અભિપ્રાય નથી. રાગરૂપ પરિણમન છે તે ચારિત્રની નબળાઈથી છે. તેનો તે જ્ઞાતા છે, તેથી અજ્ઞાનરૂપ કર્તાપણું કે ભોક્તાપણું તેને નથી. એ અપેક્ષાએ જ્ઞાની ભોગોને સેવતો *હોવા છતાં તે સેવતો નથી કારણ કે ભોગવવાની ક્રિયા વખતે પણ તેનું જ્ઞાનરૂપ પરિણમન છૂટતું નથી. અસ્થિરતાને લીધે જે રાગ દેખાય છે તેનો અભિપ્રાયમાં તેને નિષેધ છે. ૧૭. આચાર્ય ફરીથી કહે છે- વળી, જેના માટે તે છે તે આ પ્રકારે છે- અર્થાત્ “ભદ્ર! જે શરીરના માટે તું (અનેક) દુઃખો વેઠી (ભોગોપભોગની) વસ્તુઓ પ્રાપ્ત કરવા ઇચ્છે છે તેનું લક્ષણ (સ્વરૂપ ) આગળ બતાવવામાં આવે છે. એવો અર્થ છે- તે આ પ્રમાણે છે: * જુઓ, શ્રી સમયસાર ગા. ૧૯૫, ૧૯૬, ૧૯૭. શુચિ પદાર્થ જસ સંગથી, મહા અશુચિ થઈ જાય, વિશ્વરૂપ તસ કાય હિત, ઇચ્છા વ્યર્થ જણાય. ૧૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124