________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ
(૮૧ कस्याः को यथेत्यत्राह, गतेरित्यादि। अयमों यथा युगपद्भाविगतिपरिमाणोन्मुखानां भावानां स्वकीया गतिशक्तिरेव गतेः साक्षाजुनिका , तद्वैकल्पे तस्याः केनापि कर्तुमशक्यत्वात्। धर्मास्तिकायस्तु गत्युपग्राहकद्रव्यविशेषस्तस्याः सहकारिकारणमात्रं स्यादेवं प्रकृतेऽपि। अतो व्यवहारादेव गुर्वादेः शुश्रूषा प्रतिपत्तव्या।
કોનો કોણ? જેમ ફેરિત્યાદ્રિ' ૦ થી અહીં કહે છે તેમ.
આનો અર્થ એ છે કે- જેમ કે યુગપ (એકી સાથે) ભાવી ગતિરૂપ પરિણામ માટે ઉન્મુખ (તે તરફ વલણવાળા) પદાર્થોની પોતાની ગમનશક્તિ જ ગતિને સાક્ષાત ઉત્પન્ન કરે છે; તેના વિકલપણામાં (એટલે પદાર્થો ગમન પ્રતિ ઉન્મુખતા ન હોય ત્યારે, તેમાં કોઈથી (કાંઈ ) કરવું અશક્ય છે (અર્થાત્ તેમાં કોઈ ગતિ ઉત્પન્ન કરી શકે નહિ). ધર્માસ્તિકાય તો ગતિ-ઉપગ્રાહકરૂપ (ગતિમાં નિમિત્તરૂપ ) દ્રવ્યવિશેષ છે; તે તેને (ગતિને) સહકારી કારણમાત્ર છે. એ રીતે પ્રકૃતિમાં પણ (આ વિષયમાં પણ ) સમજવું. તેથી વ્યવહારથી જ ગુરુ આદિની શુશ્રુષા (સેવા) કરવી યોગ્ય છે.
ભાવાર્થ:- જ્ઞાની કે અજ્ઞાની બનવાની યોગ્યતા પોતાના આત્મામાં જ છે. ગુરુ આદિ તો બાહ્ય નિમિત્તમાત્ર છે, તેઓ કોઈને જ્ઞાની કે અજ્ઞાની બનાવી શકતા નથી.
પદાર્થોમાં પરિણમન માટે જે ઉન્મુખ યોગ્યતા હોય છે તે રૂપ જ કાર્ય ઉત્પન્ન ( નિષ્પન્ન) થાય છે, કારણ કે IRCTIનુવિધાયીનિ વાજિ- કારણ જેવાં જ કાર્યો હોય છે. અન્ય પદાર્થો તો તેના પરિણમનમાં નિમિત્તમાત્ર છે. પ્રત્યેક પદાર્થની પરિણમન-ઉન્મુખતા જક્ષણિક ઉપાદાન જ કાર્યરૂપે પરિણમે છે.
જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં ગમન કરવાની સ્વયં શક્તિ છે, તેથી જે સમયે તેઓ પોતાની ક્રિયાવતી શક્તિની જે પ્રકારની પરિણમન-ઉન્મુખતાથી ગમન કરે છે તે પ્રકારે તે સમયે ધર્મદ્રવ્ય, તેમના ગમનમાં નિમિત્તમાત્ર હોય છે. પરિણામ પ્રતિ પદાર્થોની ઉન્મુખતા જ (તે સમયની યોગ્યતા જ) કાર્યનું સાક્ષાત્ ઉપાદાન કારણ છે.
ગુરુ શિષ્યને શીખવે છે– એ વ્યવહારનયનું નિમિત્તનું કથન છે, એટલે કે શિષ્ય પોતાની ઉપાદાનશક્તિથી શીખે તો ગુરુ નિમિત્તમાત્ર કહેવાય. આ કથન, કાર્યોત્પત્તિસમયે અનુકૂળ કયું નિમિત્ત હતું તેનું જ્ઞાન કરાવી તેના તરફનું વલણ છોડાવવા માટે છે, એમ સમજવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com