Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 110
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪) ઇરોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદगुरुराह-धीमन्निबोध। यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिं। यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति।।४३।। टीका- यो जनो यत्र नगरादौ स्वार्थे सिद्ध्यंगत्वेन बद्धनिर्बन्धवास्तव्ये भवन तिष्ठति स तस्मिन्नन्यस्मान्निवृत्तचित्ततत्त्वानिवृतित्वं लभते। यत्र यश्च तथा निर्वाति स ततोऽन्यत्र न यातीति प्रसिद्धं सुप्रतीतमतः प्रतीहि योगिनोऽध्यात्मं निवसतोऽननुभूतापूर्वानंदानुभवादन्यत्र वृत्त्यभावः स्यादिति। ગુરુ કહે છે-ધીમદ્ ! સમજ. શ્લોક-૪૩ અન્વયાર્થ:- [:] જે [ચત્ર] જ્યાં [નિવસન માર્ત] નિવાસ કરે છે [] તે [તત્ર] ત્યાં [પતિં કુરુતે] રતિ કરે છે અને [૨] જે [ચત્ર] જ્યાં [૨મતે] રમે છે [સ:] તે [તસ્માત] ત્યાંથી બીજે [ન છતિ] જતો નથી. ટીકા - જે મનુષ્ય જ્યાં એટલે નગરાદિમાં સ્વાર્થ માટે અર્થાત કોઈ (પ્રયોજનની) સિદ્ધિ અંગે (બંધુ જનોના) આગ્રહથી નિવાસી થઈ ને રહે છે, તે ત્યાં અન્ય તરફથી ચિત્ત હુઠાવી લીધેલું હોવાથી, આનંદ પ્રાપ્ત કરે છે (અનુભવે છે ) અને જ્યાં છે તેવી રીતે આનંદ અનુભવે છે તે ત્યાંથી બીજે ઠેકાણે જતો નથી-એ (વાત) પ્રસિદ્ધ છે- પ્રતીત છે; માટે વિશ્વાસ કર કે, “આત્મામાં નિવાસ કરતા યોગીને અનનુભૂત (પૂર્વે નહિ અનુભવેલો) અપૂર્વ આનંદનો અનુભવ થતો હોવાથી, તેને બીજે ઠેકાણે વૃત્તિનો અભાવ હોય છે અર્થાત્ અધ્યાત્મ સિવાય બીજે ઠેકાણે પ્રવૃત્તિ હોતી નથી ). ભાવાર્થ:- જે માણસ જે શહેર નગર કે ગ્રામમાં રહે છે, તેને તે સ્થાન પ્રતિ એટલો મમત્વભાવ-રતિભાવ થઈ જાય છે કે તેને ત્યાં જ રમવાનું ગમે છે, ત્યાં જ આનંદ આવે છે; તે સ્થાન છોડી બીજે જવું તેને રુચતું નથી; તેવી રીતે આત્મસ્વરૂપમાં સ્થિત યોગીને-રમતા યોગીને આત્મામાં એવો અપૂર્વ આનંદ આવે છે કે તેને આત્મામાં જ વિહાર કરવાનું રચે છે, બીજા પદાર્થોમાં વિહરવાની વૃત્તિ થતી નથી, કારણ કે નિજાત્મરસના અનુભવ આગળ બાહ્ય પદાર્થો તથા વિષય-ભોગો બધા તેને નીરસ તથા દુઃખદાયી લાગે છે. ૪૩. જે જ્યાં વાસ કરી રહે, ત્યાં તેની રુચિ થાય. જે જ્યાં રમણ કરી રહે, ત્યાંથી બીજે ન જાય. ૪૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124