Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 119
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes કહાન જૈનશાસ્ત્રમાળા ) ઇષ્ટોપદેશ आचार्यः शास्त्राध्ययनस्य साक्षात्पारम्पर्येण च फलं प्रतिपादयतिःइष्टोपदेशमिति सम्यगधीत्य धीमान्, मानापमानसमतां स्वमताद् वितन्य । मुक्ताग्रहो विनिवसन्सजने वने वा, मुक्तिश्रियं निरूपमामुपयाति भव्यः ।। ५१ ।। ( ૧૦૩ તેનો જ વિસ્તાર છે અને તેને પણ અભિનંદીએ છીએ (તેને પણ અમે શ્રદ્ધાની દષ્ટિએ આવકારીએ છીએ ) – એવો ભાવ છે ભાવાર્થ:- જીવ અને પુદ્ગલ એકબીજાથી ભિન્ન છે; તેથી જીવ, પુદ્દગલનું અને પુદ્દગલ જીવનું કાંઈ કરી શકે નહિ, છતાં તેઓ એકબીજાનું કરે છે એમ માનવામાં આવે તો બંને દ્રવ્યોની ભિન્નતા રહેતી નથી અને અભિપ્રાયમાં દ્રવ્યોનો અભાવ થાય છે. એવી માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને ભેદજ્ઞાનરૂપ પરિણિત થાય નહિ. આત્મસન્મુખ થઈ ભેદજ્ઞાન દ્વારા આત્મતત્ત્વનો નિર્ણય કરવો એ તત્ત્વ-કથનનો સાર છે. વિસ્તારરુચિવાળા શિષ્યોને લક્ષમાં રાખી આચાર્યે જે ભેદ-પ્રભેદથી કથન કર્યું છે એ બધો તેનો (તે તત્ત્વ-સંગ્રહનો) જ વિસ્તાર છે. ટીકાકાર તેને અભિનંદે છે-સહર્ષ સ્વીકારે છે. (૫૦) આચાર્ય, શાસ્ત્રના અધ્યયનનું સાક્ષાત્ તથા પરંપરાએ પ્રાપ્ત થતા ફલનું પ્રતિપાદન કરે છેઃ શ્લોક-૫૧ અન્વયાર્થ:- [ તિ] એવી રીતે [ ટોપવેશ સમ્યક્ ધીત્વ ] ‘ ઇષ્ટોપદેશ’ નો સારી રીતે અભ્યાસ કરીને [ ધીમાન્ મવ્ય: ] બુદ્ધિશાળી ભવ્ય [સ્વમતાત્] પોતાના આત્મજ્ઞાનથી [માનાપમાનસમતાં] માન-અપમાનમાં સમતા [વિત્તન્ય] વિસ્તારી [મુĪબ્રહ્મ:] આગ્રહ છોડી, [સનને વને વ] નગરમાં કે વનમાં [નિવસન્] નિવાસ કરતો થકો [નિરૂપમાં મુક્ત્તિશ્રિયમ્ ] ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને [ ૩પયાતિ] પ્રાપ્ત કરે છે. ઇષ્ટોપદેશ મતિમાન ભણી સુરીતે, માનાપમાન તુ સહે નિજ સામ્યભાવે, છોડી મતાગ્રહ વસે સ્વજને વને વા, મુક્તિવધૂ નિરૂપમા જ સુભવ્ય પામે. ૫૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124