Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 116
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦) ઇષ્ટોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદआनन्दो निर्दहत्युद्धं कर्मेन्धनमनारतम्। न चासौ खिद्यते योगी बहिर्दुःखेष्वचेतनः।।४८।। टीका- स पुनरानन्द उद्धं प्रभुत्वं कर्मसन्ततिं निर्दहति। बहिरिंघनं यथा। किं च असावानन्दाविष्टो योगी बहिर्दुःखेषु परीषहोपसर्गक्लेशेषु अचेतनोऽसंवेदनः स्यात्तन एव न खिद्यते न संक्लेशं याति। શ્લોક-૪૮ અન્યવાર્થ- [સ: માનન્દ ] તે આનંદ (આત્મામાં ઉત્પન્ન થયેલો આનંદ) [ઉદ્ધ વર્મેન્જન] પ્રચુર કર્મરૂપી ઈશ્વનને [ સનાત] નિરંતર [નિર્વત] જલાવી દે છે. અને [સૌયોની ] તે (આનંદમગ્ન) યોગી [વદિ:૬] બહારનાં દુઃખોમાં [અવેતન:] અચેતન રહેવાથી (બહારનાં દુઃખોથી અજ્ઞાત હોવાથી) [ન વિદ્યતે] ખેદ પામતો નથી. ટીકાઃ- વળી, તે આનંદ પ્રચુર કર્મસંતતિને બાળી નાખે છે; જેમ અગ્નિ ઈશ્વનને બાળે છે તેમ અને તે આનંદમગ્ન યોગી, બહારનાં દુઃખોમાં અર્થાત્ પરીષહઉપસર્ગ સંબંધી કલેશોમાં અચેતન એટલે સંવેદન વિનાનો થઈ જાય છે (દુ:ખના નિમિત્તરૂપ પદાર્થો તરફ લક્ષ રહેતું નથી, તેથી તેને ખેદ થતો નથી અર્થાત્ તે સંકલેશ પામતો નથી. ભાવાર્થ- જેમ અગ્નિ ઈન્ધનને બાળી નાખે છે તેમ આત્મામાં ઉત્પન્ન થયેલો પરમાનંદ, કર્મ-સંતતિને (કર્મના સમૂહને) ભસ્મ કરી દે છે, આનંદમગ્ન યોગી પરીષહુઉપસર્ગાદિનાં બાહ્ય દુઃખોમાં અચેતન રહેવાથી અર્થાત્ તેને તે દુઃખોનું અનુભવન નહિ હોવાથી ખેદખિન્ન થતો નથી. યોગીને આત્માની એકાગ્રતાથી–ધ્યાનથી–પ્રચુર (ઘણાં) કર્મોની નિર્જરા થાય છે અને ધ્યાનાવસ્થામાં પરમાનંદનો એવો વચન અગોચન સ્વાદ આવે છે કે તેને તે સ્વાદમાં બાહ્ય સંયોગોનું કાંઈપણ વેદન થતું નથી. ૪૮ કરતો અતિ આનંદથી, કર્મ-કાષ્ઠ પ્રક્ષીણ, બાહ્ય દુઃખોમાં જડ સમો, યોગી ખેદ વિહીન. ૪૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124