Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 113
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઈબ્દોપદેશ (૯૭ अथ परद्रव्यानुरागे दोषं च दर्शयति अविद्वान्पुद्गलद्रव्यं योऽमिनन्दति तस्य तत्। न जातु जन्तोः सामीप्यं चतुर्गतिषु मुञ्चति।।४६ ।। टीका- यः पुनरविद्वान् हेयोपादेयतत्त्वानभिज्ञः पुद्गलद्रव्यं देहादिकमभिनंदति श्रद्धत्ते आत्मात्मीयभावेन प्रतिपद्यते तस्य जंतोर्जीवस्य तत्पुद्गलद्रव्यं चतसृषु नारकादिगतिषु सामीप्यं प्रत्यासत्तिं संयोगसम्बन्धं जातु कदाचिदपि न त्यजति। ભાવાર્થ- શરીર, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ આત્માથી ભિન્ન પર પદાર્થો છે. તેઓ કદી આત્મારૂપ થતાં નથી છતાં અજ્ઞાની તેમાં આત્મબુદ્ધિ કરી તેમના સંયોગ-વિયોગમાં સુખદુ:ખની કલ્પના કરી દુઃખી થાય છે. “સંયોનાં વિયોનો દિ ભવિતા ફિ નિયોતિ:”| સંયોગી પદાર્થોનો નિયમથી વિયોગ થાય છે, તેથી સંયોગી શરીરાદિ પર પદાર્થો તરફનો અનુરાગ દુઃખનું કારણ છે. આત્મા આત્મા જ છે. તે કદી દાદિરૂપ થતો નથી, તેથી તે દુ:ખનું કારણ નથી પણ સુખરૂપ છે. માટે તીર્થંકરાદિ મહાપુરુષોએ, આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે નિશ્ચય તપદ્વારા ઉદ્યમ કર્યો છે. ૪૫. હવે પરદ્રવ્યોના અનુરાગમાં દોષ બતાવે છે: શ્લોક-૪૬ અન્વયાર્થ- [ : વિજ્ઞાન] જે (ય-ઉપાદેય તત્ત્વોને નહિ જાણનાર) અવિદ્વાન્ [પુનિદ્રવ્યું] પુદ્ગલ દ્રવ્યને (શરીરાદિકને) [ મિનન્દતિ] અભિનંદે છે-શ્રદ્ધે છે (અર્થાત્ તેને પોતાનું સ્વરૂપ માને છે) [તસ્ય નન્તો:] તે બિચારા જીવની સાથેના [ સામીપ્યું] સંયોગ-સંબંધને [તત] તે (પુગલ) [તુતિ૬] નરકાદિ ચાર ગતિઓમાં [ ગાતુ ન મુતિ] કદાચિત પણ છોડતો નથી. ટીકા- વળી જે અવિદ્વાન છે અર્થાત્ હેય-ઉપાદેય તત્ત્વોનો અનભિજ્ઞ છે તે પુદ્ગલદ્રવ્યને એટલે દેહાદિકને અભિનંદે છે-શ્રદ્ધે છે અર્થાત તેને આત્મભાવે અને આત્મીયભાવે (અર્થાત્ આત્મરૂપ અને આત્માનું) માને છે; તે બિચારા જીવનું સમીપપણું (– પ્રયાસનપણું-નિકટતા સંયોગ-સંબંધ) તે પુદ્ગલદ્રવ્ય નરકાદિ ચાર ગતિઓમાં કદાચિત્ પણ છોડતું નથી. અભિનંદે અજ્ઞાની જે, પુદ્ગલને નિજ જાણ, ચૌગતિમાં નિજ સંગને, તજે ન પુદ્ગલ, માન. ૪૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124