Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 104
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮) ઇષ્ટોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદचराचरं बहिर्वस्तुजातमवश्योपेक्षणियतया हानोपादानबुद्धिविषयत्वादिन्द्रजालिकोपदर्शितसर्पहारादिपदार्थसार्थसदृशं पश्यति। तथात्मलाभाय स्पृहयिति चिदानन्दस्वरूपमात्मानं संवेदयितुमिच्छति। तथा अत्यन्त्र स्वात्मव्यतिरिक्ते यत्र क्वापि वस्तुनि पूर्वसंस्कारादिवशात्मनोवाक्कायैर्गत्वा व्यावृत्य अनुतप्यते स्वयमेव, आः कथं मयेदमना-त्मीनमनुष्ठितमिति पश्चात्तापं करोति। સ્વાત્મ-સંવેદનમાં જેને રસ છે તેવો ધ્યાતા (યોગી) ચર (જંગમ), અચર (સ્થાવર) રૂપ બાહ્ય વસ્તુ-સમૂહુને, ઇન્દ્રજાલિક દ્વારા બતાવેલા સર્પ, હારાદિ પદાર્થ-સમૂહુ સમાન દેખે છે, કારણ કે અવશ્ય ઉપેક્ષણીયપણાને લીધે (તે વસ્તુઓ) ત્યાગ-ગ્રહણ (વિષયક) બુદ્ધિનો વિષય છે; તથા તે આત્મલાભ માટે સ્પૃહા (ઇચ્છા) કરે છે, અર્થાત્ ચિદાનંદસ્વરૂપ આત્માનો અનુભવ કરવા ઈચ્છે છે; તથા અન્યત્ર અર્થાત્ સ્વાત્માનું છોડી અન્ય કોઈપણ વસ્તુમાં, પૂર્વના સંસ્કારાદિવશ મન-વચન-કાયથી પ્રવૃત્તિ કરે તો ત્યાંથી હુઠી (પાછા વળી ) સ્વયં જ પશ્ચાતાપ કરે છે કે “અરે! મારાથી અનાત્મીન (આત્માને અહિતરૂપ) અનુષ્ઠાન કેમ થયું?” એવો પશ્ચાત્તપ કરે છે. ભાવાર્થ:- જેને સ્વાત્મ-સંવેદનમાં રસ છે-આનંદ આવે છે તેને જગતના સ્થાવર અને જંગમરૂપ સમસ્ત બાહ્ય પદાર્થો તથા ઇન્દ્રિય-વિષયો ઇન્દ્રજાલ સમાન નિઃસાર તથા વિનશ્વર પ્રતીત થાય છે. તેને હવે સાંસારિક વિષય-ભોગની ઇચ્છા થતી નથી, પરંતુ આત્મસ્વરૂપની જ પ્રાપ્તિ માટે પ્રબલ ભાવના રહ્યા કરે છે. આત્મસ્વરૂપને છોડી અન્ય પદાર્થો તરફ તેની વૃત્તિ જતી નથી, અને કદાચ પૂર્વના સંસ્કારવશ તથા પોતાની અસ્થિરતાને લીધે તે પ્રતિ મન-વચન-કાય દ્વારા પ્રવૃત્તિ થઈ જાય, તો ત્યાંથી તુરત પાછો હુઠી અફસોસ કરે છે કે, “અરે! મારા સ્વરૂપથી શ્રુત થઈ, હું આત્માનું અહિત કરી બેઠો !” એમ તે પશ્ચાત્તાપ કરે છે અને આત્મ-નિન્દા-ગહદિ કરી પોતાની શુદ્ધિ કરે છે. જ્ઞાની જગતના પદોર્થોને જ્ઞય સમજી આત્મસ્વરૂપમાં લીન રહે છે-તે વાત દર્શાવતાં આચાર્ય શ્રી અમિતગતિએ સુભાષિત રત્નસંદોહ” શ્લોક ૩૩પમાં કહ્યું છે કે “આ લક્ષ્મી થોડા જ દિવસ સુખદાયક પ્રતીત થાય છે, તરણ સ્ત્રીઓ જુવાનીમાં જ મનને અતુલ આનંદ આપે છે, વિષય-ભોગો વીજળી સમાન ચંચળ છે અને શરીર વ્યાધિઓથી ગ્રસિત રહે છે. એમ વિચારી ગુણવાન જ્ઞાની પુરુષો આત્મસ્વરૂપમાં જ રત (લીન) રહે છે.” * भवत्येषा लक्ष्मीः कतिपयदिनान्येव सुखदातरुण्यस्तारुण्ये विदधति मनःप्रीतिमतुलां। तडिल्लोलाभोगा वपुरविचलं व्याधि-कलितं, बुधाः संचिन्त्येति प्रगुणमनसो ब्रह्मणि रताः।।३३५ ।। (સુભાષિતરત્નસંવાદ–શ્રી અમિત તિરાવાર્થ:) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124