Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 65
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઈબ્દોપદેશ (૪૯ अत्राह शिष्यः यद्येवमात्मास्ति तस्योपास्तिः कथमिति स्पष्टम् आत्मसेवोपाय प्रश्नोऽयम्। गुरुराह संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः। आत्मानमात्मवान्ध्यायेदात्मनैवात्मनि स्थितं ।।२२।। टीका- ध्यायेत्। भावयेत् कोऽसौ ? आत्मवान् गुप्तेन्द्रियमनाध्वस्तस्वायत्तवृत्तिर्वा। कं ? आत्मानं यथोक्तस्वभावं पुरुषं। केन ? आत्मनैव स्वसंवेदनरूपेण स्वेनैव तज्ज्ञप्तौ करणांतराभावात्। અહીં શિષ્ય કહે છે કે જો આત્મા આવા પ્રકારનો છે, તો તેની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ? આત્મ-ઉપાસનાના ઉપાયનો આ પ્રશ્ન છે- એ સ્પષ્ટ છે. આચાર્ય કહે છે: શ્લોક-૨૨ અન્વયાર્થ- [વેતર:] (ભાવ) મનની [ પ્રત્યેન] એકાગ્રતાથી [ ગ્રામ] ઇન્દ્રિયોના સમૂહને [સં૫] વશ કરી [માત્મવાન] આત્મવાન્ પુરુષે [માત્મનિ] પોતાનામાં (આત્મામાં) [ સ્થિતં] સ્થિત [માત્માનં] આત્માને [માત્મના પ્રવ] આત્માદ્વારા જ [ ધ્યાવેત] ધ્યાવો જોઈએ. ટીકા - ધ્યાવો જોઈએ- ભાવવો જોઈએ. કોણે? આત્મવાન્ (પુરુષ) અર્થાત જેણે ઈન્દ્રિયો અને મનને ગોપવેલ છે. (સંયમમાં રાખેલ છે ) અથવા જેણે ઇન્દ્રિયો અને મનની વૈરાચારરૂપ (સ્વછંદ) પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે એવા આત્માએ. કોને (ધ્યાવવો)? આત્માને એટલે જેનો સ્વભાવ પહેલા (શ્લોક ૨૧માં) બતાવ્યો છે તેવા પુરુષને ( આત્માને); શા વડે? આત્મા વડે જ અર્થાત્ સ્વસંવેદનરૂપ પોતાથી જ (પ્રત્યક્ષ જ્ઞાનથી જ) (ધ્યાવવો જોઈએ), કારણ કે તે જ્ઞતિમાં બીજા કરણ (સાધન) નો અભાવ છે. (સ્વયં આત્મા જ જ્ઞપ્તિનું સાધન છે.) . ઇન્દ્રિય-વિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય, આત્મામાં સ્થિત આત્મને, જ્ઞાની નિજથી ધ્યાય. ૨૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124