Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 92
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ) ઇબ્દોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદटीका- यो जानाति। किं ? तत्स्वपरांतरं आत्म-परयोर्भेदं , यः स्वात्मानं परस्माद्भिन्नं पश्यतीत्यर्थः। कुत हेतोः ? संवित्तेर्लक्षणतः स्वलक्ष्यानुभवात्। एषोऽपि कुतः ? अभ्यासात् अभ्यासभावनातः। एषोऽपि गुरुपदेशात् धर्माचार्यस्यात्मनश्च सुदृढस्व-परविवेकज्ञानोत्पादकवाक्यात्। स तथान्यापोढस्वात्मानुभविता मोक्षसौख्यं निरन्तरमविच्छिन्नमनुभवति। कर्मविविक्तानुभाव्यविनाभावित्वात्तस्य। तथाचोक्तं [ तत्त्वानुशासने] - 'तमेवानुभवंश्चायमैकछ यं परमृच्छति। तथात्माधीनमानंदमेति वाचामगोचरम् ।।१७०।। इत्यादि ટીકાઃ- જે જાણે છે. શું તે? સ્વ-પરનું અત્તર અર્થાત્ આત્મા અને પરનો ભેદ -અર્થાત જે પોતાના આત્માને પરથી ભિન્ન દેખે છે (જાણે છે ) – એવો અર્થ છે. ક્યા કારણથી? સંવિત્તિથી (સ્વસંવેદનથી) અર્થાત્ લક્ષણથી પોતાના લક્ષ્યના ( આત્માના ) અનુભવથી. તે પણ કેવી રીતે? અભ્યાસથી અર્થાત્ અભ્યાસની ભાવનાથી; તે (અભ્યાસ) પણ ગુરુના ઉપદેશથી અર્થાત્ ધર્માચાર્યના તથા આત્માના સુદઢ સ્વ-પરનું ભેદજ્ઞાન ઉત્પન્ન કરનાર વાક્યથી (થાય છે ). તે તેવી રીતે સ્વાત્માને પરથી ભિન્ન અનુભવ કરનાર નિરંતર એટલે અવિચ્છિન્નપણે મોક્ષ-સુખનો અનુભવ કરે છે, કારણ કે તે (મોક્ષ-સુખનો ) અનુભવ, કર્મોથી ભિન્ન આત્માનો અનુભવ કરનારને અવિનાભાવીપણે હોય છે (બીજાને નહિ). તથા “તત્ત્વાનુશાસન' શ્લોક ૧૭૦માં કહ્યું છે કે તેનો જ-આત્માનો જ અનુભવ કરતાં કરતાં આ આત્મા ઉત્કૃષ્ટ એકાગ્રતાને પ્રાપ્ત કરે છે અને વાણીને અગોચર (વાણીથી કહી શકાય નહિ તેવો ) આત્માધીન આનંદ અનુભવે છે. ભાવાર્થ- જે, ગુરુ એટલે ધર્માચાર્ય- તેમના ઉપદેશ અને શાસ્ત્રાભ્યાસના નિમિત્તે આત્મસંવેદનથી સ્વ-પરના ભેદવિજ્ઞાનનો વારંવાર અભ્યાસ કરે છે, તે આત્માને પરથી ભિન્ન અનુભવે છે અને મોક્ષસુખનો નિરંતર સ્વાદ લે છે, કારણ કે મોક્ષ-સુખનો અનુભવ કર્મો આદિથી આત્માને ભિન્ન અનુભવ કરનારને જ હોય છે, બીજાને નહિ. પરથી ભિન્ન આત્માનો સતત અનુભવ કરનારને જ આત્મસ્વરૂપમાં ઉત્કૃષ્ટ સ્થિરતા (એકાગ્રતા) પ્રાપ્ત થાય છે અને તે વચનાતીત અતીન્દ્રિય આત્માધીન આનંદ અનુભવે છે. ૩૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124