________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૫૯ बन्धाद्यर्थस्य परिणामस्य। एवं सम्बन्धस्य द्विष्ठतां प्रदर्य प्रकृतेर्व्यतिरेकमाह। ध्यानमित्यादि ध्यायते येन ध्यायति वा यस्तद्ध्यानं ध्यातिक्रियां प्रति करणं कर्ता वा। ૩$ 7: [તત્ત્વાનુશાસને] -
'ध्यायते येन तद्ध्यानं यो ध्यायति स एव वा।
યત્ર વા થ્યા તે યા ધ્યાતિ 7 ધ્યાનષ્યિતે' ૬૭ના. ध्यायत इति ध्येयं वा ध्यातिक्रिययाऽऽध्याप्यं। यदा यस्मिन्नात्मनः परमात्मना सहैकीकरणकाले आत्मैव चिन्मात्रमेव स्यात्तदा कीदृशः संयोगादिप्रकार: सम्बन्धो द्रव्यकर्मणा सहात्मनः स्यात् 'येन जायते' ध्यात्मयोगेन कर्मणामाशु नि रेति' परमार्थतः कथ्यते।
પદાર્થના પરિણામનો- એવી રીતે સંબંધનું દ્વિષ્ઠાણું (એટલે બંનેમાં રહેવાવાળા સંબંધને ) બતાવીને પ્રકૃતિની ભિન્નતા કહી (અનાદિથી આત્મા અને કર્મનો સંયોગ સંબંધ છે, પરંતુ સંબંધ બંને ભિન્ન પદાર્થો વચ્ચે હોઈ શકે, તેથી પ્રકૃતિ (કર્મ) આત્માથી ભિન્ન પદાર્થ છે એમ
કહ્યું).
ધ્યાન ઇત્યાદિ- જે દ્વારા ધ્યાવવામાં આવે અર્થાત્ જે ધ્યાવે તે ધ્યાન છે અથવા ધ્યાતિક્રિયામાં જે કરણ (સાધન ) હોય વા કર્તા હોય તેને ધ્યાન કહે છે.
તત્ત્વાનુશાસન' - શ્લોક ૬૭ માં કહ્યું છે કે
જે દ્વારા ધ્યાન કરવામાં આવે છે તે ધ્યાન અથવા જે ધ્યાન ધ્યાવે છે તે જ ધ્યાન છે, અથવા જે ધ્યાવવામાં આવે છે તે અથવા ધ્યાતિને ધ્યાન કહે છે” .
જે ધ્યાવવામાં આવે તે ધ્યેય છે અથવા ધ્યાતિક્રિયાથી ધ્યેય સમજવું. જ્યારે આત્માના, પરમાત્મા સાથે એકીકરણના કાળે આત્મા જ ચિત્માત્ર જ થઈ જાય, ત્યારે દ્રવ્યકર્મ સાથે આત્માનો સંયોગાદિ-રૂપ કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે જેથી “અધ્યાત્મયોગથી કર્મોની શીધ્ર નિર્જરા થઈ જાય છે' એ સંબંધી (શ્લોક-૨૪ માં) પરમાર્થે કહેવામાં આવ્યું છે?
ભાવાર્થ:- ચટાઈ અને ચટાઈનો કર્તા- બંને એકબીજાથી ભિન્ન ભિન્ન છે, તેથી તે બંનેનો સંયોગ સંબંધ બની શકે છે, પરંતુ ધ્યાન અને ધ્યેયરૂપ અવસ્થા આત્માથી અભિન્ન હોવાથી તેનો આત્મા સાથે તાદાભ્ય સંબંધ છે, સંયોગ સંબંધ નથી.
જે સમયે આત્મા ધ્યાન અવસ્થામાં પરમાત્મરૂપની સાથે એકમેક થઈ જાય છે, તે સમયે ધ્યાન અને ધ્યેયમાં અભિન્નતા રહે છે. તે સમયે ચૈતન્યરૂપ આત્મપિંડ સિવાય અન્ય કોઈ પર દ્રવ્યના સંબંધનો અભાવ હોવાથી સંયોગાદિરૂપ કોઈ નવો સંબંધ ઘટતો નથી, પરંતુ તે અવસ્થામાં કર્માદિનો જે જૂનો સંયોગ સંબંધ છે તેનો પણ નિર્જરા દ્વારા અભાવ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com