________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ) ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદमनोवाक्कायान्प्रति परिस्पन्द्रमानानात्मप्रदेशान् भावतो निरुद्धामि। तद्भेदाभेदाभ्यासमूलत्वात्सुखदुःखैकफलनिर्वृत्तिसंसृत्योः। तथा चोक्तं [ समाधितन्त्रे]
" स्वबुद्ध्या यावद् गृहियात्कायवाकचेतसां त्रयं।
સંસારસ્તાવેતેષાં મેવાસે તુ નિવૃતિઃ” ધરા पुनः स एवं विमृशति पुद्गलेन किल संयोगस्तदपेक्षा मरणादयस्तद्व्यथाः कथं परिहियंत इति। पुद्गलेन देहात्मना मूतद्रव्येण सह किल आगमे श्रुयमाणो जीवस्य सम्बन्धोऽस्ति। तदपेक्षाश्च पुद्गलसंयोगनिमित्ते जीवस्य मरणादयो मृत्यु रोगादयः सम्भवन्ति। तद्यथा मरणादयः सम्भवन्ति। मरणादिसम्बन्धिन्यो बाधाः।
પ્રતિ (તેના આલંબનથી) પરિસ્પન્દ થતા આત્માના પ્રદેશોને હું ભાવથી રોકું છું, કારણ કે સુખ-દુ:ખ જેનું એક ફલ છે તેવા મોક્ષ-સંસારનું તેવા ભેદાભેદનો અભ્યાસ મૂલ છે. (અર્થાત્ આત્મા, મન-વચન-કાયથી ભિન્ન છે- એવા ભેદ-અભ્યાસથી સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આત્મા, મન-વચન-કાયથી અભિન્ન છે – એવા અભેદ અભ્યાસથી દુ:ખરૂપ સંસારની પ્રાપ્તિ થાય છે ).
તથા “સમાધિતંત્ર” શ્લોક ૬૨ માં કહ્યું છે કે
જ્યાં સુધી શરીર, વાણી અને મન- એ ત્રણને “એ મારાં છે' એવી આત્મબુદ્ધિથી (જીવ) ગ્રહણ કરે છે, ત્યાં સુધી સંસાર છે અને જ્યારે તેમનાથી ભેદબુદ્ધિનો (અર્થાત્ આત્મા શરીરાદિથી ભિન્ન છે- એવી ભેદબુદ્ધિનો) અભ્યાસ કરે છે, ત્યારે મુક્તિ થાય છે.”
ભાવાર્થ- દેહાદિના સંબંધને લીધે સંસારમાં પ્રાણીઓને અનેક દુ:ખ ભોગવવા પડે છે. માટે જીવે તે દેહાદિ સાથેની એકતા-બુદ્ધિને સર્વથા છોડવી જોઈએ, અર્થાત્ મન-વચન-કાયનું અવલંબન છોડવું જોઈએ અને સ્વસમ્મુખ થઈ એવા પરિણામ કરવા જોઈએ કે જેથી મનવચન-કાયનું અવલંબન છૂટી આત્મા અવિકારી થાય અને છેવટે આત્માના પ્રદેશોનું પરિસ્પંદન પણ અટકી જાય.
જ્યાં સુધી શરીર-મન-વાણીમાં આત્મબુદ્ધિ છે, ત્યાંસુધી સંસારની પરંપરા ચાલુ રહે છે, પરંતુ મન-વચન-કાય આત્માથી ભિન્ન છે, એવા ભેદવિજ્ઞાનના અભ્યાસથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. ૨૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com