________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪). ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદटीका- द्रव्यार्थिकनयादेक: पूर्वापरपर्यायानुस्यूतो निर्ममो-ममेदमहमस्येत्यभिनिवेशशून्यः शुद्धः शुद्धनयादेशाद्रव्यभावकर्मनिर्मुक्तो ज्ञानी स्वपरप्रकाशनस्वभावो योगीन्द्रगोचरोऽनंतपर्यायविशिष्टतया केवलिनां शुद्धोपयोगमात्रमयत्वेन श्रुतकेवलिनां च संवेद्योहमात्मास्मि। ये तु संयोगाद्रव्यकर्मसम्बन्धाद्याता मयासह सम्बन्धं प्राप्ता भावा देहादयस्ते सर्वेऽपि मत्तो मत्सक्राशात्सर्वथा द्रव्यादिप्रकारेण बाह्या भिन्नाः संति।
શ્લોક- ર૭ * અન્વયાર્થ- [ગદં] હું [:] એક, [નિર્મમ:] મમતારહિત, [શુદ્ધઃ] શુદ્ધ, [જ્ઞાન] જ્ઞાની અને [યોનીન્દ્રોવર:] યોગીન્દ્રોદ્વારા જાણવા યોગ્ય છું, [ સંયોગના ] સંયોગજન્ય [સર્વે પિ માવી:] બધાય જે (દહરાગાદિક ) ભાવો છે તે [મત્ત ] મારાથી [સર્વથા] સર્વથા [વાહ્ય:] ભિન્ન છે.
ટીકાઃ- દ્રવ્યાર્થિકનયથી એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસ્મૃત (અન્વિત), નિર્મમ એટલે “આ મારું છે,’ ‘હું એનો છું'. એવા અભિનિવેશ (મિથ્યા માન્યતા) થી રહિત, શુદ્ધ એટલે શુદ્ધનયની અપેક્ષાએ દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત, જ્ઞાની એટલે સ્વ-પરપ્રકાશક સ્વભાવવાળો અને યોગીન્દ્રગોચર એટલે કેવલીઓને અનંત પર્યાયોની વિશિષ્ટતા સહિત જાણવા યોગ્ય ( જ્ઞય) તથા શ્રુતકેવલીયોને શુદ્ધોપયોગમાત્રપણાને લીધે સંવેદનયોગ્ય હું આત્મા છું.
સંયોગથી એટલે દ્રવ્યકર્મના સંબંધથી જે દેહાદિક ભાવોનો (પદાર્થોનો) મારી સાથે સંબંધ પ્રાપ્ત થયો છે તે બધા મારાથી સર્વથા દ્રવ્યાદિ પ્રકારે (દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવે ) બાહ્ય એટલે ભિન્ન છે.
ભાવાર્થ- દ્રવ્યસ્વભાવે આત્મા એક છે, આત્મા નિર્મમ છે અર્થાત્ “આ મારું છે” અને હું એનો છું” – એવા અભિનિવેશથી (મિથ્યા અભિપ્રાયથી) શૂન્ય છે; આત્મા શુદ્ધ છે અર્થાત્ દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત છે, તે જ્ઞાની એટલે સ્વ-પરપ્રકાશક સ્વભાવવાળો છે અને જેમ તે કેવલી અને શ્રુતકેવલીને જ્ઞાનગોચર છે તેમ સર્વ સમ્યગ્દષ્ટિઓને પણ તે સ્વસંવેદનજ્ઞાનગોચર છે. કર્મસંબંધિત શરીર, સ્ત્રી, પુત્રાદિ બાહ્ય સંયોગી પદાર્થો તથા વિકારી ભાવો આત્માના ચૈતન્યસ્વરૂપથી સર્વથા ભિન્ન છે. ૨૭.
* एगो मे सस्सदो आदा णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे संयोगलक्खणा।।
(શ્રી નિયમસાર ગાથા ૧૦૨). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com