________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઈબ્દોપદેશ
(૪૯ अत्राह शिष्यः यद्येवमात्मास्ति तस्योपास्तिः कथमिति स्पष्टम् आत्मसेवोपाय प्रश्नोऽयम्। गुरुराह
संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः।
आत्मानमात्मवान्ध्यायेदात्मनैवात्मनि स्थितं ।।२२।। टीका- ध्यायेत्। भावयेत् कोऽसौ ? आत्मवान् गुप्तेन्द्रियमनाध्वस्तस्वायत्तवृत्तिर्वा। कं ? आत्मानं यथोक्तस्वभावं पुरुषं। केन ? आत्मनैव स्वसंवेदनरूपेण स्वेनैव तज्ज्ञप्तौ करणांतराभावात्।
અહીં શિષ્ય કહે છે કે જો આત્મા આવા પ્રકારનો છે, તો તેની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ? આત્મ-ઉપાસનાના ઉપાયનો આ પ્રશ્ન છે- એ સ્પષ્ટ છે. આચાર્ય કહે છે:
શ્લોક-૨૨ અન્વયાર્થ- [વેતર:] (ભાવ) મનની [ પ્રત્યેન] એકાગ્રતાથી [ ગ્રામ] ઇન્દ્રિયોના સમૂહને [સં૫] વશ કરી [માત્મવાન] આત્મવાન્ પુરુષે [માત્મનિ] પોતાનામાં (આત્મામાં) [ સ્થિતં] સ્થિત [માત્માનં] આત્માને [માત્મના પ્રવ] આત્માદ્વારા જ [ ધ્યાવેત] ધ્યાવો જોઈએ.
ટીકા - ધ્યાવો જોઈએ- ભાવવો જોઈએ. કોણે? આત્મવાન્ (પુરુષ) અર્થાત જેણે ઈન્દ્રિયો અને મનને ગોપવેલ છે. (સંયમમાં રાખેલ છે ) અથવા જેણે ઇન્દ્રિયો અને મનની વૈરાચારરૂપ (સ્વછંદ) પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે એવા આત્માએ. કોને (ધ્યાવવો)? આત્માને એટલે જેનો સ્વભાવ પહેલા (શ્લોક ૨૧માં) બતાવ્યો છે તેવા પુરુષને ( આત્માને); શા વડે? આત્મા વડે જ અર્થાત્ સ્વસંવેદનરૂપ પોતાથી જ (પ્રત્યક્ષ જ્ઞાનથી જ) (ધ્યાવવો જોઈએ), કારણ કે તે જ્ઞતિમાં બીજા કરણ (સાધન) નો અભાવ છે. (સ્વયં આત્મા જ જ્ઞપ્તિનું સાધન છે.) .
ઇન્દ્રિય-વિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય, આત્મામાં સ્થિત આત્મને, જ્ઞાની નિજથી ધ્યાય. ૨૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com