________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇષ્ટોપદેશ
૪૮)
(ભગવાન શ્રી કુંદકુંદ
વર્તતા થકા, પત્થરના સ્તંભમાં કોતરાએલા ભૂત અને ભાવી દેવોની (તીર્થંકરદેવોની ) માફક પોતાનું સ્વરૂપ અકંપપણે (જ્ઞાનને ) અર્પતા એવા (તે પર્યાયો ) વિદ્યમાન જ છે.” (ગાથા૩૮ ટીકા )
66
આ રીતે આત્માની અદ્દભુત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અદ્દભુત જ્ઞેયત્વ શક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ છે.” (ગા. ૩૭–ભાવાર્થ )
(૨) આત્મા અનંતસૌખ્યવાન છે એટલે કે આત્માના દ્રવ્યસ્વભાવમાં અતીન્દ્રિય અનંત સુખ છે. આવું પરિપૂર્ણ સુખ સર્વજ્ઞ ભગવાનને જ હોય કારણ કે (૧) ઘાતિકર્મના અભાવને લીધે, (૨) પરિણામ (પરિણમન ) કાંઈ ઉપાધિ નહિ હોવાથી અને (૩) કેવળજ્ઞાન નિષ્કપસ્થિર-અનાકુલ હોવાને લીધે, કેવળજ્ઞાન સુખસ્વરૂપ જ છે.
જોકે આત્માને સંસાર-અવસ્થામાં કર્મ સાથે સંબંધ હોવાથી તે ગુણ વિભાવરૂપ પરિણમે છે, તે વાસ્તવિક સુખરૂપ પરિણમતો નથી, પરંતુ જ્યારે આત્મા ઘાતિકર્મથી સર્વથા મુક્ત થાય છે અર્થાત્ સ્વાસ્મોપલબ્ધિને પ્રાપ્ત કરે છે ત્યારે તે ગુણનો પૂર્ણ વિકાસ થતાં આત્મા અનંતસુખસ્વભાવરૂપ પરિણમે છે.
(૩) વ્યવહારનયથી આ જીવ નામકર્મપ્રાસ દેહ પ્રમાણ છે, પરંતુ નિશ્ચયનયથી તે લોકાકાશ પ્રમાણ અસંખ્યાતપ્રદેશી છે. જોકે વ્યવહારનયથી તે પ્રદેશોના સંકોચ-વિસ્તાર સહિત છે, તોપણ સિદ્ધ અવસ્થામાં સંકોચ-વિસ્તારથી રહિત શરીર પ્રમાણે તેનો આકાર છે.
ર.
(૪) દ્રવ્યાર્થિકનયથી આત્મા ટંકોત્કીર્ણ જ્ઞાનના અખંડ સ્વભાવે ધ્રુવ છે- અવિનાશી છે, પરંતુ પર્યાયાર્થિકનયને તે ઉત્પાદ-વ્યય સહિત છે, અર્થાત્ પ્રતિક્ષણ વિનાશિક છે.
(૫) આત્મા સ્વસંવેદનગમ્ય છે. ‘અર્દ અસ્મિ' હું છું એવા અન્તર્મુખાકારરૂપથી જે જ્ઞાન અથવા અનુભવ થાય છે, તેનાથી આત્માની સત્તા સ્વતઃ સિદ્ધ થાય છે. જ્ઞાની જનને અન્તર્બાહ્ય જલ્પો અથવા સંકલ્પોનો પરિત્યાગ કરી આત્મસ્વરૂપનું આત્માદ્વારા આત્મામાં જ જે અનુભવ યા વેદન થાય છે તે સ્વસંવેદન છે. આ સ્વસંવેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ
છે.
જ્યાં આત્મા જ જ્ઞેય અને આત્મા જ જ્ઞાયક હોય છે, ત્યાં ચૈતન્યની તે પરિણતિને સ્વસંવેદન પ્રમાણ કહે છે. તેને આત્માનુભવ યા આત્મદર્શન પણ કહે છે. ૨૧
૧. જુઓ, શ્રી પ્રવચનસાર-ગુ. આવૃત્તિ ગા. ૬૦ ભાવાર્થ.
૨. જુઓ, શ્રી પરમાત્મપ્રકાશ-ગા. ૪૩/૨ ભાવાર્થ અને દ્રવ્યસંગ્રહ ગાથા-૧૦.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com