________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૪૭ ભાવાર્થ:- આ શ્લોકમાં આચાર્ય, (૧) લોક-અલોકને જાણનાર, (૨) અત્યંત અનંતસુખસ્વભાવવાળો, (૩) શરીર પ્રમાણ, (૪) અવિનાશી અને (૫) સ્વસંવેદનગમ્યઆત્માનાં આવાં પાંચ વિશેષણો આપી આત્માની વિશિષ્ટતા દર્શાવી છે. તેની સ્પષ્ટતા આ પ્રમાણે છે:
(૧) સર્વજ્ઞનો આત્મા લોકાલોકને જાણે છે. એ વ્યવહારનયનું કથન છે, પણ તેનો અર્થ એ નથી કે તેઓ જાણતા જ નથી. તેઓ જાણે તો છે, પરંતુ પર પદાર્થોની સાથે એકતા કરી (એકમેક થઈ ) જાણતા નથી. જો તેઓ એકતા કરી જાણે તો તેઓ અન્ય જીવોના રાગવૈષના કર્તા અને તે જીવોના સુખ-દુઃખના ભોક્તા થાય-જે કદી બને નહિ.
દર્પણની જેમ આત્મામાં ( જ્ઞાનમાં) એવી નિર્મળતા છે કે ત્રણ લોકના સર્વ પદાર્થો તેમાં પ્રતિબિંબિત થાય છે. તેથી પોતાના આત્માને જાણતાં બધા પદાર્થો તેમાં જણાઈ જાય છે.
કેવળજ્ઞાનની એક સમયની પર્યાય, ત્રણ લોકના અનંત પદાર્થો, તેમના પ્રત્યેકના અનંત અનંત ગુણો અને દરેક ગુણની ત્રિકાલવર્તી અનંત અનંત પર્યાયોને, યુગપત્ (એકી સાથે) જેમ છે તેમ જાણે છે; અર્થાત જે દ્રવ્યની જે પર્યાય જે કાલે જે ક્ષેત્રે થઈ ગઈ હોય, થવાની હોય અને થતી હોય તેમ જ તે તે પર્યાયોને અનુકૂળ જે જે બાહ્ય નિમિત્તો હોય તે બધાને કેવળી ભગવાન એકી સાથે જેમ છે તેમ જાણે છે. એવું તેમના જ્ઞાનનું અચિત્ય સામર્થ્ય છે.
સર્વજ્ઞની શક્તિ વિષે શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે
“. હવે, એક જ્ઞાયકભાવનો સર્વ શયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂત-વર્તમાન-ભાવી વિચિત્ર પર્યાયસમૂહવાળાં, અગાધસ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્યમાત્રને-જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દટાઈ ગયાં, ખોદાઈ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ- એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે.” (ગાથા ૨૦૦-ટીકા)
તે (જીવાદિ) દ્રવ્ય જાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો, તાત્કાલિક (વર્તમાન) પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે. (ગાથા-૩૭)
જે (પર્યાયો ) અદ્યાપિ ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઈને વિલય પામી ગયા છે, તે (પર્યાયો), ખરેખર અવિદ્યમાન હોવા છતાં, જ્ઞાન પ્રતિ નિયત હોવાથી ( જ્ઞાનમાં નિશ્ચિત-સ્થિર-ચોટેલાં હોવાથી, જ્ઞાનમાં સીધાં જણાતાં હોવાથી) જ્ઞાનપ્રત્યક્ષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com