________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદपुनः कीदृशः? अत्यन्तसौख्यवान्-अनंतसुखस्वभावः। एतेन सांख्ययौगतन्त्रं प्रत्याहतं। पुनरपि कीदृशस्तनुमात्रः स्वोपात्तशरीरपरिमाणः। एतेन व्यापकं वटकणिकामात्रं चात्मानं वदंतौ प्रत्याख्यातौ। पुनरपिकीदृशः, निरत्ययः द्रव्यरूपतया नित्यः। एतेन गर्भादिमरणपर्यन्तं जीवं प्रतिजानानश्चार्वाको निराकृतः। ननु प्रमाणसिद्धे वस्तुन्येवं गुणवादः श्रेयान्नचात्मनस्तथा प्रमाणसिद्धत्त्वमस्तीत्यारेकायामाह। स्वसंवेदनसुव्यक्त इति। [૩$ તીનુશાસને ]
“वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वेन योगिनः।
तत्स्वसंवेदनं प्राहुरात्मनोऽनुभवं दृशम्" ।।१६१।। इत्येवं लक्षणस्वसंवेदनप्रत्यक्षेण सकलप्रमाणधुर्येण सुष्टु उक्तैश्च गुणैः संपूर्णतया व्यक्तः विशदतयानुभूतो योगिभिः त्वेकदेशेन।
વળી (આત્મા) કેવો છે? અત્યંત સૌખ્યવાનું અર્થાત્ અનંતસુખસ્વભાવી છે. તેનાથી (એમ કહેવાથી) સાંખ્ય અને યોગ મત (દર્શન) નું ખંડન થયું; વળી (આત્મા) કેવો છે?
તનુમાત્ર:' એટલે પોતે ગ્રહણ કરેલા શરીર પ્રમાણ છે. તેનાથી (એ કથનથી) આત્મા વ્યાપક છે અથવા “વદળામાત્ર' છે, અર્થાત્ “આત્મા વડના બીજ જેવો અત્યંત નાનો છે' એવું કહેનારાઓનું ખંડન કર્યું. વળી (તે આત્મા) કેવો છે? “નિરત્યય:' એટલે દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે. તેનાથી “ગર્ભાદિથી મરણ પર્યત જ જીવ રહે છે” – એવું કહેનાર ચાર્વાકનું ખંડન કર્યું.
શિષ્યની આશંકા છે કે- પ્રમાણસિદ્ધ વસ્તુનો જ એવો ગુણવાદ ઠીક (ઉચિત) છે, પરંતુ આત્માની તેવી પ્રમાણસિદ્ધતા તો નથી, (તો ઉપરોક્ત વિશેષણોથી આત્માનો ગુણવાદ કેમ સંભવે?) એવી શંકાનું સમાધાન કરતાં આચાર્ય કહે છે
તે આત્મા “સ્વસંવેવન-સુવ્ય:' સ્વસંવેદનદ્વારા સારી રીતે વ્યક્ત છે ( અર્થાત આત્મા સ્વસવેદન-પ્રત્યક્ષ છે), તેથી તે સંભવે છે.
‘તાનુશાસન' શ્લો. ૧૬૧માં કહ્યું છે કે
યોગીને પોતાના આત્માનું આત્માદ્વારા જે વેધપણું તથા વેદકપણું છે તેને સ્વસંવેદન કહે છે. તે આત્માનો અનુભવ ના દર્શન છે.'
આવા પ્રકારના લક્ષણવાળો સ્વસંવેદન-પ્રત્યક્ષ આત્મા જે સર્વ પ્રમાણોમાં મુખ્ય યા અગ્રણી પ્રમાણ છે તેનાથી તથા ઉક્ત ગુણોથી સારી રીતે સંપૂર્ણપણે વ્યક્ત ( પ્રગટ) છે, તે યોગીઓને એકદેશ વિશદરૂપથી અનુભવવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com