________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ$ [ તત્વાનુશાસ]
स्वपरज्ञप्तिरूपत्वात् न तस्य करणांतरम्।
ततश्चितां परित्यज्य स्वसंवित्यैव वेद्यताम्।।१६२ ।। क्व तिष्ठतमित्याह , आत्मनि स्थितं, वस्तुतः सर्वभावनां स्वरूपमात्राधारत्वात्। किं कृत्वा ? संयम्य रूपादिभ्यो व्यावृत्य। किं ? करणग्रामं चक्षुरादीन्द्रियगणं। केनोपायेन ? एकाग्रत्वेन एकं विवक्षितमात्मानं तं द्रव्यं पर्यायो वा अग्रं प्राधान्येनालंबनं विषयो यस्य अथवा एक पूर्वापरपर्यायाऽनुस्यूतं अग्रमात्मग्राह्यं यस्य तदेकाग्रं तद्भावेन। कस्य ? चेतसो मनसः। अयमर्थो यत्र क्वचिदात्मन्येव वा श्रुतज्ञानादष्टम्भात् आलम्बितेन मनसा। इन्द्रियाणि निरुद्ध्य स्वात्मानं च भावयित्वा तत्रैकाग्रतामासाद्य चिंतां त्यक्त्वा स्वसंवेदनेनैवात्मानमनुभवेत्।
‘તાનુશાસન' – શ્લોક ૧૬ર માં કહ્યું છે કે –
“તે આત્મા સ્વ-પર જ્ઞતિરૂપ હોવાથી (અર્થાત્ તે સ્વયં અને અને પરને પણ જાણતો હોવાથી તેને (તેનાથી ભિન્ન) અન્ય કરણનો (સાધનનો) અભાવ છે. માટે ચિંતાને છોડી સ્વસંવિત્તિ (એટલે સ્વસંવેદ ન ) દ્વારા જ તેને જાણવો જોઈએ.'
| ( શિષ્ય ) પૂછયું- ક્યાં રહેલા ( આત્માને ) ? આત્મામાં સ્થિત થયેલાને), કારણ કે વસ્તુતઃ (વાસ્તવિક રીતે) સર્વ પદાર્થોને સ્વરૂપમાત્ર જ આધાર છે (અર્થાત્ સર્વ પદાર્થો પોતપોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય છે). શું કરીને? રૂપાદિ ( વિષયો) થી રોકીને (સંયમિત કરીને) અર્થાત્ પાછી વાળીને. કોને ? ઇન્દ્રિયોના સમૂહને-એટલે ચક્ષુ આદિ ઇન્દ્રય-ગણને. કયા ઉપાયથી ? એકાગ્રપણાથી- અર્થાત એક એટલે વિવક્ષિત આત્મા તે દ્રવ્ય વા પર્યાય-તે અગ્ર એટલે પ્રધાનપણે અવલંબનભૂત વિષય છે જેનો- તે એકાગ્ર;
એકાગ્રનો બીજો અર્થ:
એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસૂતરૂપથી (અવિચ્છિન્નરૂપથી) પ્રવર્તમાન અગ્ર એટલે આત્મા જેનો- તે એકાગ્ર- તેના ભાવથી એટલે એકાગ્રતાથી.
કોના? ચિત્તના-(ભાવ) મનના. તેનો આ અર્થ છે- જ્યાં કહીં અથવા આત્મામાં જ શ્રુતજ્ઞાનની સહાયથી, મનના આલંબનહારા ઇન્દ્રિયોને રોકીને તથા પોતાના આત્માને ભાવીને તેમાં એકાગ્રતા પ્રાપ્ત કરી, ચિંતા છોડી, સંવેદનદ્વારા જ આત્માનો અનુભવ કરવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com