________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
કહાન જૈનશાસ્ત્રમાળા )
પુ ં = -
ઇષ્ટોપદેશ
66
गहियं तं सुअणाणा पच्छा संवेयणेण भाविज्ज।
,,
जो ण हु सुवमुवलंवइ सो मुज्झइ अप्पसब्भावो ।।
तथा च[ समाधितंत्रे] - प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितं । बोधात्मानं प्रपन्नोऽस्मि
परमानन्दनिर्वृतम् ।।३२।।
(૫૧
‘બનારધર્મામૃત-તૃતીય અધ્યાય' માં કહ્યું છે કે
‘તેને ( આત્માને ) શ્રુતજ્ઞાનદ્વારા ગ્રહણ કરી ( જાણી ) સંવેદન ( સ્વસંવેદન ) દ્વારા અનુભવ કરવો. જે શ્રુતજ્ઞાનનું અવલંબન લેતો નથી તે આત્માસ્વભાવના વિષયમાં મુંઝાઈ જાય છે ( ગભરાઈ જાય છે).
તથા ‘સમાધિશત' શ્લોક ૩૨માં કહ્યું છે કેઃ
‘હું ઇન્દ્રિયોના વિષયોથી પોતાને હઠાવી પોતાનામાં સ્થિત જ્ઞાનસ્વરૂપ તથા પરમાનંદમયી આત્માને આત્માદ્વારા પ્રાપ્ત થયો છું.’
ભાવાર્થ:- પ્રથમ શ્રુતજ્ઞાનદ્વારા આત્માને જાણવો, પછી આત્મામાં એકાગ્ર થવાથી ઇન્દ્રિયોની બાહ્ય પ્રવૃત્તિ સ્વયં અટકી જશે અર્થાત્ તેમની સ્વચ્છંદ પ્રવૃત્તિનો નાશ થશે અને તે એકાગ્રતાથી ચિંતાનો નિરોધ થઈ ધ્યાનાવસ્થામાં સ્વસંવેદનદ્વારા આત્માનો અનુભવ થશે.
“જે જ્ઞાન પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનદ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપસન્મુખ થયું, કેમકે આ જ્ઞાન ક્ષયોપશમરૂપ છે. તે એક કાળમાં એક શેયને જ જાણી શકે. હવે તે જ જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્ય ત્યારે અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું... તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનદ્વારા પ્રવર્તતું હતું તે જ જ્ઞાન હવે નિજ અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ.
,,
આત્મા સ્વ-પર પ્રતિભાસસ્વરૂપ છે અર્થાત્ સ્વ-પર પ્રકાશક છે. તે સ્વયં પોતાને જાણતાં ૫૨ જણાઈ જાય છે, તેથી જાણવા માટે તેને બીજાં કરણોની (સાધનોની ) આવશ્યકતા રહેતી નથી.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક- ગુ. આ. શ્રી ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી-પૃ. ૩૪૫. Please inform us of any errors on rajesh@Atma Dharma.com