Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 60
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪) ઇષ્ટોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદ " ટીળા- અસ્તિ જોડસૌ? ચિન્તામણિ:- ચિંતિતાર્થપ્રવો રત્નવિશેષ: હિં વિશિષ્ટો ? दिव्यो देवेनाधिष्ठितः क्व इत अस्मिन्नेकस्मिन् पक्षे । इतश्चान्यस्मिन् पक्षे पिण्याकखण्डकं कुत्सितमल्पं वा खलखंडकमस्ति एते च उभे द्वे अपि यदि ध्यानेन लभ्येते अवश्यं लभ्येते तर्हि कथय क्व द्वयोर्मध्ये कतरस्मिन्नेकस्मिन् विवेकिनो लोभच्छेदविचारचतुरा आद्रियन्तां आदरं कुर्वन्तु। तदैहिकफलाभिलाषं त्यक्त्वा आमुत्रिक - फलसिद्ध्यर्थमेवात्मा ध्यातव्यः। હવત્ત [તત્ત્વાનુશાસને ] - 66 ' तद्वयानं रौद्रमात्तं वा यदैहिकफलार्थिनां । तस्मादेतत्परित्यज्य धर्म्यं शुक्लमुपास्यताम् ॥ ,, આ વિષયમાં આચાર્ય નિષેધ કરી કહે છે- ‘તેમ નથી; ધ્યાનદ્વારા શરીરનો ઉપકાર ચિંતવવો જોઈએ નહિ' – એવો અર્થ છે. = શ્લોક-૨૦ અન્વયાર્થ:- [ત: વિવ્ય: ચિન્તામળિ: ] એક બાજુ દિવ્ય ચિંતામણિ છે, [ત: ચ પિગ્યાવહમ્] અને બીજી બાજુ ખલીનો (ખોળનો ) ટુકડો છે; [ વેવ્] જો [ ધ્યાનેન ] ધ્યાનદ્વા૨ા [ઉમે] બન્ને [નમ્યું] મલી શકે તેમ છે, તો [વિવેનિ: ] વિવેકી જનો [વવ બાપ્રિયન્તાક્] કોનો આદર કરશે ? ટીકા:- છે. કોણ તે ? ચિન્તામણિ અર્થાત્ ચિન્તિત પદાર્થ દેનાર રત્નવિશેષ. કેવો (ચિન્તામણિ )? દિવ્ય અર્થાત્ દેવદ્વા૨ા અધિષ્ઠિત. ક્યાં ? એક બાજુએ એટલે એક પક્ષે (ચિંતામણિ છે) અને બીજી બાજુએ એટલે બીજા પક્ષે ખરાબ વા હલકો ખલીનો ( ખોળનો ) ટુકડો છે. તે બેઉ–બન્ને પણ જો ધ્યાનથી પ્રાપ્ત થાય-અવશ્ય મલી જાય- તો કહો બન્નેમાંથી કયા એકમાં, વિવેકી જનો અર્થાત્ લોભનો નાશ કરવાના વિચારમાં ચતુર પુરુષો, આદર કરશે ? તેથી આ લોક સંબંધી ફલની અભિલાષા છોડી પરલોક સંબંધી (લોકોત્તર ) લની સિદ્ધિ માટે જ આત્માનું ધ્યાન કરવું જોઈએ. ‘ તત્ત્વાનુશાસન' શ્લો. ૨૨૦ માં કહ્યું છે કે · જે રૌદ્રધ્યાન અને આર્તધ્યાનછે તે આ લોક સંબંધી ફલની ઇચ્છા કરનારાઓને હોય છે, તેથી તેનો ત્યાગ કરીને ધર્મધ્યાન વ શુક્લધ્યાનની ઉપાસના કરવી જોઈએ.’ ભાવાર્થ:- એક બાજુ ચિન્તામણિ રત્ન છે અને બીજી બાજુએ ખોળનો કકડો છે. બન્નેની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે, પરંતુ એ બન્ને ચીજોમાંથી વિવેકી પુરુષ ચિન્તામણિ રત્નનો જ આદર કરશે; તેવી રીતે ધર્મી જીવ, ખોળના ટુકડા સમાન આ લોક સંબંધી પરાધીન ઇન્દ્રિયજનિત સુખ જે વાસ્તવમાં દુ:ખ છે તેનો આદર છોડી ધર્ય-શુક્લરૂપ ધ્યાનની આરાધનાદ્વારા ચિન્તામણિ સમાન વાસ્તવિક આત્મિક સુખની પ્રાપ્તિ કરવાનું પસંદ કરશે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124