________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વળી આ ગ્રંથમાં નીચેની સારભૂત બાબતોનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે – ૧. ઉપાદાન વસ્તુની સહજ નિજશક્તિ છે અને નિમિત્ત તો સંયોગરૂપ કારણ છે. કાર્ય
પોતાના ઉપાદાનથી જ થાય છે. તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ. તેને
શોધવાની યા મેળવવાની વ્યગ્રતાની જરૂર હોય જ નહિ. (શ્લોક-૨) ૨. શુદ્ધાત્માની પ્રાતિ-અનુભવ ન થાય ત્યાં સુધી પાપભાવથી બચવા માટે હેયબુદ્ધિએ પુણ્યભાવ આવે છે, પરંતુ તે પણ બંધનું કારણ છે એમ સમજવું.
(શ્લોક-૩ અને ભાવાર્થ). ૩. મોક્ષ માટે પ્રવૃત્તિ કરનારને સ્વર્ગનું સુખ સહજે પ્રાપ્ત થાય છે (શ્લો. ૪)
સંસારી જીવોનાં સુખ-દુ:ખ કેવળ વાસનામાત્ર જ હોય છે. તે સુખ-દુ:ખરૂપ ભોગો આપત્તિ-કાલે રોગ સમાન ઉદ્વેગ પમાડે છે. (શ્લો. -૬). કોઈ વસ્તુ સુખ-દુ:ખરૂપ નથી. પરંતુ અજ્ઞાનતાને લીધે તેમાં ઈષ્ટ–અનિષ્ટની કલ્પના
કરી જીવ રાગ-દ્વેષ કરી સુખ-દુ:ખ અનુભવે છે. ૫. મોહથી આચ્છાદિત જ્ઞાન પોતાના સ્વભાવને પ્રાપ્ત થતું નથી. (શ્લો. -૭)
શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ આદિ આત્માથી અન્ય (ભિન્ન) સ્વભાવવાળાં છે અને આત્માથી પ્રત્યક્ષ ભિન્ન છે, છતાં મૂઢ જીવ (બહિરાત્મા) તેમને પોતાનાં માને
છે, તેમાં આત્મબુદ્ધિ કરે છે. (શ્લો. -૮) | મિથ્યાત્વયુક્ત રાગ-દ્વેષ - એ સંસાર-સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી ભ્રમણનું કારણ
છે. (શ્લો. -૧૧). દાવાનળથી બળતા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ મૂઢ જીવ અન્યની
માફક પોતે પણ કોઈ દિવસ વિપત્તિમાં આવી પડશે તે વિચારતો નથી. (શ્લો. -૧૪) ૯. જે મમતાવાળો છે તે સંસારમાં બંધાય છે અને જે મમતારહિત છે તે સંસારથી છૂટે છે.
(શ્લો. -ર૬) 10. જ્ઞાનીને મૃત્યુનો, રોગનો, બાલ્યાવસ્થાનો ને વૃદ્ધાવસ્થાનો ભય હોતો નથી, કારણકે તે
સમજે છે કે તે સર્વ પૌદ્ગલિક છે. (શ્લો. -૨૯) ૧૧. જ્ઞાની વિચારે છે કે સર્વ પુદ્ગલોને મેં મોહવશાત્ અનેકવાર ભોગવી ભોગવીને છોડયા;
હવે એ ઉચ્છિષ્ટ પદાર્થોમાં મને કોઈ સ્પૃહા નથી. (શ્લો. -૩૦) ૧૨. વસ્તુતઃ આત્મા જ આત્માનો ગુરુ છે. (શ્લો. –૩૪).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com