Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુવાદકનું વક્તવ્ય * * * * * શ્રી પૂજ્યપાદાચાર્ય રચિત “ઇબ્દોપદેશ' નામનો આ આધ્યાત્મિક ગ્રન્થ ભેદજ્ઞાન માટે અને આત્માનુભવ માટે બહુ ઉપયોગી હોવાથી તેનો ગુજરાતી અનુવાદ આપની આગળ રજૂ કરું છું. ગ્રન્થના નામની સાર્થકતા જે વડ સુખ ઊપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. હવે આ અવસરમાં અમને વીતરાગ વિશેષજ્ઞાનનું હોવું એ જ પ્રયોજન છે, કારણ એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને સર્વ આકુલતારૂપ દુઃખનો નાશ થાય છે” (મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. આ. પૃ. ૭) પંડિત શ્રી દોલતરામજીએ “છઢાલા” માં કહ્યું છે કે - આતમકો હિત હૈ સુખ, સો સુખ આકુલતા વિન કહિએ, આકુલતા શિવમાંહિ ન તાતેં, શિવમગ લાગ્યો ચહિએ.” (૩-૧) –આત્માનું હિત સુખ છે અને તે આકુળતા રહિત છે. મોક્ષમાં આકુલતા નથી, તેથી મોક્ષના માર્ગમાં – તેના ઉપાયમાં લાગ્યા રહેવું જોઈએ. મોક્ષ અને તેનો ઉપાય-એ આપણું ઇષ્ટ છે, તેનો ઉપદેશ આચાર્ય યથાવત્ આ ગ્રન્થમાં કર્યો છે, તેથી આ ગ્રન્થનું નામ “ઇબ્દોપદેશ' - એ સર્વથા સાર્થક છે. ગ્રન્થની ઉપયોગિતા આચાર્ય આ ગ્રન્થના શ્લોક ૫૧ માં કહ્યું છે કે: પૂર્વોક્ત પ્રકારે “ઇબ્દોપદેશ' નું સમ્યક પ્રકારે અધ્યયન કરી, સારી રીતે ચિંતવન કરીને જે ભવ્ય વીમાન્ પુરુષ આત્મજ્ઞાનના બળથી માન-અપમાનમાં સમતાભાવ ધારણ કરીને તથા બાહ્ય પદાર્થોમાં વિપરીત અભિનિવેશનો ત્યાગ કરીને નગર યા વનમાં વિધિપૂર્વક વસે છે તે ઉપમારહિત મુક્તિ-લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.” ગ્રન્થની વિશેષતા આ આધ્યાત્મિક ગ્રન્થ નાનકડો છે, પરંતુ તેમાં આચાર્ય ગાગરમાં સાગર ભરી દીધો છે. તેમાં ભેદવિજ્ઞાનપૂર્વક શુદ્ધાત્માની અનુભૂતિ કેવી રીતે થાય તેનો માર્ગ-ઉપાય ચીંધ્યો છે. એ તેની વિશેષતા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 124