________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬)
ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ
66
પછી શિષ્ય કહે છે, “ ભગવાન! તો વ્રતાદિ નિરર્થક ઠરશે. જો સુદ્રવ્યાદિરૂપ સામગ્રી હોતાં જ આ (સંસારી ) આત્મા પોતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત કરશે, તો વ્રતો એટલે હિંસાવિરતિ જેની આદિમાં છે તે સમિતિ આદિ નિરર્થક-નિષ્ફળ બનશે, કારણકે (આપના કથનાનુસા૨ ) વાંછિત સ્વાત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ ) સુદ્રવ્યાદિ-સમ્પત્તિની અપેક્ષા રાખે છેએવો અર્થ છે ( -અર્થાત્ સ્વદ્રવ્યાદિ સ્વચતુષ્ટયરૂપ સામગ્રીથી જ સ્વસ્વરૂપની ઉપલબ્ધિ થઈ જશે તો અહિંસાદિ વ્રતોનું તથા સમિતિ આદિનું અનુષ્ઠાન નિરર્થક થઈ જશે ).
અહીં આચાર્ય તેનો નિષેધ કરી કહે છે કેઃ
“હે વત્સ! તેમ નથી. તેં જે વ્રતાદિની નિષ્ફળતા વિષે શંકા કરી છે તે ઠીક નથી, કારણકે નવાં અશુભ કર્મોના નિરોધથી અને ઉપાર્જિત અશુભ કર્મોના એકદેશ ક્ષપણથી તેઓ સફળ છે, એટલું જ નહિ પણ તે વિષય સંબંધી (વ્રત સંબંધી) અનુરાગરૂપ શુભોપયોગથી ઉત્પન્ન પુણ્ય, સ્વર્ગાદિ પદની પ્રાપ્તિમાં નિમિત્ત હોવાથી તેમની (વ્રતાદિની) સફળતા છે. આને જ (આ વાતને જ) સ્પષ્ટ કરવા આચાર્ય કહે છે
[ સુદ્રવ્યાદિના યોગથી ધર્મીને જેટલા અંશે શુદ્ધિ પ્રગટે તેટલા અંશે તો નવાં કર્મોનો નિરોધ થાય છે, પણ અશુભ ભાવથી બચવા માટે અસ્થિરતાને લીધે જેટલા અંશે વ્રતાદિનો શુભ ભાવ આવે છે, તેટલા અંશે તેના નિમિત્તે પુણ્યકર્મનો બંધ થાય છે અને પૂર્વોપાર્જિત અશુભ કર્મોમાંથી કેટલાક કર્મોનું સંક્રમણ થઈ શુભકર્મ પુણ્યકર્મરૂપે પરિણમે છે.
પુણ્યકર્મના ફ્લસ્વરૂપ સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, તેથી વ્રતાદિની, એ અપેક્ષાએ સફળતા છે, પરંતુ તેનાથી સંવર-નિર્જરા નહિ થતી હોવાથી તેની, એ અપેક્ષાએ અસફળતા છે. ]
* શ્લોક-૩
અન્વયાર્થ:- [વ્રતૈ: ] વ્રતો દ્વારા [ રૈવં પર્વ] દેવપદ પ્રાપ્ત કરવું [વર] સારું છે, [ વત્ત ] પણ અરે [ વ્રતૈ: ] અવ્રતોદ્વારા [નારŌ પવું] નરક-પદ પ્રાપ્ત કરવું [ન વરં] સારું નથી. જેમ [છાયાતપસ્થયો: ] છાયા અને તાપમાં બેસી [પ્રતિપાળયો: ] (મિત્રની ) રાહુ જોનારા બંને ( પુરુષો ) માં [મહાન્ મેવ: ] મોટો તફાવત છે, તેમ (વ્રત અને અવ્રતનું આચરણ કરનાર બંને પુરુષોમાં મોટો તફાવત છે.)
* वर वयतवेहि सग्गो या दुक्खं होउ णिरइ इयरेहिं । छायातवद्वियाणं पडिपालं
ताण
ગુરુમેયાર૬।।
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
[ -મોક્ષપાટ્ટુડે]