________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૨૧ पारतंत्र्यात् कदा कदा? प्रगे प्रगे प्रातः प्रातः। एवं संसारिणो जीवा अपि नरकादिगतिस्थानेभ्य आगत्य कुले स्वायुः कालं यावत् संभूय तिष्ठति तथा निजनिजपारतंत्र्यात् देवगत्यादिस्थानेष्वनियमेन स्वायु: कालान्ते गच्छन्तीति प्रतीहि। कथं भद्र! तव दारादिषु हितबुद्ध्या गृहितेषु सर्वथान्यस्वभावेषु आत्मात्मीयभावः ? यदि खलु एते त्वदात्मका स्युः तदा त्वयि तदवस्थे एव कथमवस्थान्तरं गच्छेयु:
પોતપોતાને કરવા યોગ્ય કાર્યની પરાધીનતાને લીધે. ક્યારે ક્યારે ( જાય છે ? સવારે, સવારે.
એ પ્રમાણે સંસારી જીવો પણ નરકાદિ ગતિ-સ્થાનોથી આવીને કુલમાં (કુટુંબમાં) પોતાના આયુકાલ સુધી એકઠા થઈને રહે છે અને પોતાના આયુકાલના અંતે પોતપોતાની પરાધીનતાને લીધે અનિયમથી (નિયમ વિના) દેવગતિ આદિ સ્થાનોમાં ચાલ્યા જાય છેએમ પ્રતીતિ (વિશ્વાસ) કર.
તો હે ભદ્ર! હિતબુદ્ધિએ ગ્રહેલાં ( અર્થાત્ આ હિતકારક છે એમ સમજીને પોતાના માનેલાં) સ્ત્રી આદિ જે સર્વથા ભિન્ન સ્વભાવવાળાં છે તેમાં તારો આત્મા તથા આત્મીયભાવ કેવો? જો ખરેખર તેઓ (શરીરાદિક ) તારા આત્મસ્વરૂપ હોય, તો તું તે અવસ્થામાં જ હોવા છતાં તેઓ બીજી અવસ્થાને કેમ પ્રાપ્ત થાય છે? જો તેઓ તારાં હોય તો તારા પ્રયોગ વિના તેઓ જ્યાં-ત્યાં કેમ ચાલ્યાં જાય છે? માટે મોહજનિત આવેશને હઠાવીને જેમ (વસ્તુસ્વરૂપ) છે તેમ જો- એમ દાન્તમાં સમજવા યોગ્ય છે.
ભાવાર્થ- જેવી રીતે પક્ષીઓ જુદી જુદી દિશા અને દેશોથી આવી રાત્રે વૃક્ષો ઉપર એકઠાં નિવાસ કરે છે અને સવારે પોતપોતાના કાર્ય અંગે ઇચ્છાનુસાર કોઈ દેશ યા દિશામાં ઊડી જાય છે, તેવી રીતે સંસારી જીવો નરકગતિ આદિરૂપ સ્થાનોથી આવી એક કુટુંબમાં જન્મ લે છે અને ત્યાં પોતાના આયુકાલ સુધી કુટુંબીજનો સાથે રહે છે, પછી પોતાની આયુ પૂરી થતાં તેઓ પોતપોતાની યોગ્યતાનુસાર દેવગતિ આદિ સ્થાનોમાં ચાલ્યા જાય છે.
જેમ પક્ષીઓ જે દિશાએથી અને દેશમાંથી આવે તે જ દિશા-દેશમાં પાછા જાય એવો કોઈ નિયમ નથી, તેમ સંસારી જીવો પણ આયુ પૂરી થતાં જે ગતિમાંથી આવ્યા હતા તે જ ગતિ-સ્થાનોમાં ફરી જાય એવો કોઈ નિયમ નથી; પોતપોતાની યોગ્યતાનુસાર નવી ગતિમાં જાય છે.
આચાર્ય શિષ્યને બોધરૂપે કહે છે, “હે ભદ્ર! શરીરાદિ પદાર્થો તારાથી સર્વથા ભિન્ન સ્વભાવવાળા છે. જો તેઓ તારા હોય, તો બન્ને જુદા પડી કેમ ચાલ્યા જાય છે? જો તેઓ તારા આત્મસ્વરૂપ હોય તો આત્મા તો તેના ત્રિકાલી સ્વરૂપે તેનો તે જ રહે છે અને તેની સાથે શરીરાદિ સંયોગી પદાર્થો તો તેના તે રહેતા નથી. જો તેઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com