________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ
(૨૩ ‘सुखं वा यदि वा दुःखं येन यस्य कृतं भुवि।
अवाप्नोति स तत्तस्मादेष मार्गः सुनिश्चितः।।' इत्यभिधानादन्याय्यमेतदिति भावः। अत्र दृष्टान्तमाचष्टे-त्र्यंगुलमित्यादि-पात्यते भूमौ fક્ષથતો રોડસૌ? : કશ્ચિદ્રસમસ્યવારી નન:, વન? દંડેન દસ્તધાર્યાકેના શં? स्वयं-पात्यते प्ररणमंतरेणैव। किं कुर्वन ? पातयन् भूमिं प्रति नामयन्। किं तत् ? त्र्यंगुलं अंगुलित्रयाकारं कच्चराधाकर्षणावयवं। काभ्यां ? पादाभ्यां, ततोऽहिते प्रीतिरहिते चाऽप्रीतिः स्वहितैषिणा प्रेक्षावता न करणीया।
સંસારમાં એ સુનિશ્ચિત રીતિ છે કે જે જેને સુખ કે દુઃખ આપે છે, તે તેના તરફથી તે ( સુખ કે દુઃખ ) પામે છે.
(અર્થાત્ સામો અપકાર કરનાર પુરુષ ઉપર કોપ કરવો) તે અન્યાયયુક્ત છે (અયોગ્ય છે) એવો આ કથનનો ભાવ છે.
અહીં (આ બાબતમાં) દષ્ટાન્ત કહે છે- ચં ત્યાદિ.'
પાડવામાં આવે છે, એટલે (કોઈથી) ભૂમિ ઉપર પટકવામાં આવે છે. કોણ છે? કોઈ અવિચાર્યું કામ કરનાર માણસ. કોના વડ ( પાડવામાં આવે છે ? દંડ વડે અર્થાત હાથમાં રાખેલા કાષ્ઠ (લાકડા) વડે. કેવી રીતે? સ્વયં પાડવામાં આવે છે- (કોઈની) પ્રેરણા વિના જ. શું કરતાં? (નીચે) પાડતાં એટલે ભૂમિ તરફ નમાવતાં. શું (નમાવતાં) ? યંગુલને અર્થાત્ ત્રણ આંગળાનાં આકારવાળું કૂડા-કચરાદિને ખેંચનાર યંત્રને. શા વડે? બે પગ વડે.
માટે અહિત કરનાર અર્થાત પ્રીતિરહિત વ્યક્તિ પ્રત્યે, પોતાનું હિત ઇચ્છનાર બુદ્ધિમાન (પુરુષ) અપ્રીતિ એટલે દ્વેષ કરવો જોઈએ નહિ.
ભાવાર્થ- મનુષ્ય માટી ખોદવા કે કચરો ખેંચવા માટે ચંગુલને નીચે પાડે છે, ત્યારે તેને પણ સ્વયં નીચે પડવું પડે છે, કારણ કે તેનો દંડ (હાથો) નાનો હોય છે. તે ચંગુલને નીચે પાડે છે તો યંગુલનો દંડ પણ તેને નીચે પાડે છે; તેમ જો તમે કોઈને દુઃખી કરો અને બીજો કોઈ તમને દુઃખી કરે અને તેના ઉપર ગુસ્સે થાઓ એ કેટલો અન્યાય છે? કારણ કે “સંસારમાં એ સુનિશ્ચિત વાત છે કે જે કોઈ માણસ બીજાને સુખ યા દુઃખ આપે છે, તેને બીજા તરફથી સુખ યા દુઃખ જ પ્રાપ્ત થાય છે.
માટે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ કે દ્વિષ કરવો યોગ્ય નથી. ૧૦.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com