________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૩૩ आयुर्वृद्धिक्षयोत्कर्षहेतुं कालस्य निर्गमं।
वांछतां धनिनामिष्टं जीवितात्सुतरां धनम्।।१५।। टीका- वर्तते। किं तद्धनं। किं विशिष्टं ? इष्टमभिमतं। कथं, सुतरां अतिशयेन कस्माज्जीवितात्प्राणेभ्यः। केषां ? धनिनां, किं कुर्वतां? वांछतां। कं, निर्गमं अतिशयेन गमनं। कस्य, कालस्य। किं विशिष्टं ? आयुरित्यादि। आयु: क्षयस्य वृद्ध्युत्कर्षस्य च कालांतरवर्द्धनस्य कारणम् अयमर्थो, धनिनां तथा जीवितव्यं नेष्टं यथा धनं। कथमन्यथा जीवितक्षयकारणमपि धनवृद्धिहेतुंकालनिर्गमं वांछंति। अतो 'धिग्धनम्' एवंविधव्यामोहहेतुत्वात्।
શ્લોક-૧૫ અન્વયાર્થ- [ નિર્ચ નિમં] કાળનું નિર્ગમન (વ્યતીત થવું) તે [કાયુવૃદ્ધિક્ષયોન્ઝર્ષદેતું] આયુના ક્ષયનું તથા (કાલની) વૃદ્ધિ, ઉત્કર્ષનું (વ્યાજ વૃદ્ધિનું) કારણ છે [વાછતાં ઘનિનામ] એમ ઇચ્છતા ધનિકોને [Mવિતાન] પોતાના જીવન કરતાં [ઘ] ધન [સુતi] અતિશય (ઘણું જ ) [ રૂઈ] (વહાલું ) હોય છે.
ટીકા:- હોય છે. શું તે? ધન. કેવું (હોય છે) ? ઇષ્ટ-પ્રિય. કેવી રીતે? બહુજઅતિશયપણે; કોનાથી? પોતાના જીવનથી-પ્રાણથી, કોને (વહાલું હોય છે)? ધનિકોને. શું કરતાં? ઇચ્છતા. શું (ઇચ્છતા)? નિર્ગમનને-અતિશયપણે ગમનને, કોના (ગમનને) ? કાલના. કેવા પ્રકારનું? આયુ ઇત્યાદિ. (કાલનું ગમન તે) આયુક્ષયનું કારણ અને વૃદ્ધિ (વ્યાજ) ના ઉત્કર્ષનું કારણ છે અર્થાત્ કાલનું અત્તર (વ્યાજની અમદાનીમાં) વૃદ્ધિનું કારણ છે-એવો અર્થ છે. ધનિકોને જેવું ધન ઇષ્ટ (વહાલું) હોય છે તેવું જીવિતવ્ય ઇષ્ટ હોતું નથી, નહિ તો જીવનના ક્ષયનું કારણ હોવા છતાં ધનવૃદ્ધિના કારણરૂપ કાલનિર્ગમનને તેઓ કેમ ઇચ્છે? માટે ધન આવા વ્યામોહનું કારણ હોવાથી તેને ધિક્કાર હો !
ભાવાર્થ:- જેમ જેમ કાલ વ્યતીત થાય છે તેમ તેમ આયુ ઓછું થતું જાય છે, પણ તે કાલનું અન્તર ધનિકને વ્યાજ વગેરેની અમદાનીમાં વધારો કરવાનું કારણ બને છે, તેથી તેને (કાલગમનને ) તે ઉત્કર્ષનું (આબાદીનું) કારણ ગણે છે.
આયુ-ક્ષય ધનવૃદ્ધિનું, કારણ કાળ જ જાણ, પ્રાણોથી પણ લક્ષ્મીને, ઇચ્છે ધની અધિકાન. ૧૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com