Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 53
________________ आरम्भे Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ (૩૭ तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान्। अंते सुदुस्त्यजान् कामान् कामं क: सेवते सुधीः ।।१७।। टीका - को, न कश्चित् सुधीविद्वान् सेवते इन्द्रियप्रणालिकयानुभवति। कान् कामान् भोगोपभोगान्। at - “ तदात्त्वसुखसंज्ञेषु भोगेष्वज्ञोऽनुरज्यते। हितमेवानुरुध्यंते प्रपरीक्ष्य परीक्षकाः।।" શ્લોક-૧૭ અન્વયાર્થ- [સામે] આરંભમાં [તાપવાન] સંતાપ કરનાર, [પ્રાણી મણિપ્રતિપાલાન] પ્રાપ્ત થતાં અતૃતિ કરનાર અને [ત્તે સુહુર્યનાન] અંતમાં મહા મુશ્કેલીથી પણ છોડી ન શકાય તેવા [મન] ભોગોપભોગોને [ : સુધી:] કોણ બુદ્ધિશાળી [] આસક્તિથી [સેવત] સેવશે? ટીકા - કોણ? કોઈ બુદ્ધિશાળી-વિદ્ધાન સેવશે નહિ અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા ભોગવશે નહિ. કોને? ભોગોપભોગોને. કહ્યું છે કે- ‘તલાસુરસંક્ષેપુ.' તે વખતે (ભોગતે સમયે) સુખ નામથી ઓળખાતા ભોગોમાં અજ્ઞાની (હેયઉપાદેયનો વિવેક નહિ કરનાર) અનુરાગ કરે છે, પરંતુ પરીક્ષાપ્રધાની જનો બરાબર પરીક્ષા કરીને હિતને જ અનુસરે છે (જેનાથી હિત થાય તેનું જ અનુસરણ કરે છે).' કેવા (ભોગોપભોગોને)? સંતાપ કરનાર અર્થાત્ દેહ, ઇન્દ્રિયો અને મનને કલેશના કારણરૂપ. કયારે? આરંભમાં-ઉત્પત્તિના ક્રમમાં, કારણ કે અન્નાદિ ભોગ્ય દ્રવ્ય (વસ્તુ) સંપાદન કરવામાં ખેતી આદિ સંબંધી બહુ કલેશ રહે છે એ સર્વ જનોમાં સુપ્રસિદ્ધ છે. ત્યારે કહે છે કે ભોગવવામાં આવતા ભોગો તો સુખનું કારણ છે, તેથી તે સેવવા યોગ્ય છે. તો (જવાબમાં) કહે છે કે – પ્રાસાવિત્યાદ્રિ પ્રાપ્તિ સમયે એટલે ઇન્દ્રિયો સાથે સંબંધ થતાં તે (ભોગો) અતૃપ્તિ કરનાર અર્થાત્ બહુ તૃષ્ણા ઉત્પન્ન કરનાર છે. કહ્યું છે કે- “કપિ संकल्पिताः' જેમ જેમ સંકલ્પિત (કલ્પલા) ભોગોપભોગ પ્રાપ્ત થાય છે, તેમ તેમ મનુષ્યોની તૃષ્ણા (વધી જઈ ) બધા વિશ્વમાં ફેલાઈ જાય છે.' ભોગાર્જન દુઃખદ મહા, પાયે તૃષ્ણા અમાપ, ત્યાગ-સમય અતિ કષ્ટ જ્યાં, કો સેવે ધીમાન? ૧૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124