________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાન જૈનશાસ્ત્રમાળા )
ઇષ્ટોપદેશ
अथ शिष्यः प्राह - स्वस्य स्वयं स्वरूपोपलब्धिः कथमिति ? स्वस्यात्मनः स्वयमात्मना स्वरूपस्य सम्यक्त्वादिगुणाष्टकाभिव्यक्तिरूपस्य उपलब्धिः कथं केनोपायेन दृष्टान्ताभावादिति ?
આવાર્ય: સમાધત્તે --
योग्योपादानयोगेन दृषदः स्वर्णता मता । द्रव्यादि - स्वादिसंपत्तावात्मनोऽप्यात्मता मता ।।२।।
(૩
ભાવાર્થ:- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા વડે આત્માની પરતંત્રતાના કારણભૂત સમસ્ત કર્મોનો-જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મોનો રાગ-દ્વેષાદિ ભાવકર્મોનો અને શીરાદિ નોકર્મોનો-જેમને સર્વથા અભાવ છે અને જેમણે પોતાના ચિદાનંદ, વિજ્ઞાન-ધન, નિર્મળ, નિશ્ચલ, ટંકોત્કીર્ણ જ્ઞાયકરૂપ સ્વભાવને પ્રાપ્ત કર્યો છે તેવા પોતાના આરાધ્ય સિદ્ધ પરમાત્માને આચાર્ય નમસ્કાર કર્યા છે.
અષ્ટકર્મરહિત, અષ્ટગુણસહિત, શુદ્ધ, બુદ્ધ, નિરંજન પરમાત્મા તે આરાધકને માટે સંપૂર્ણતાનો આદર્શ છે. તે આદર્શને પોતાનામાં મૂર્તિમંત કરવો તે નમસ્કાર કરવાનો હેતુ છે.
-
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે જ સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે એમ આચાર્યે ગર્ભિતપણે આ શ્લોકમાં દર્શાવ્યું છે. ૧.
66
હવે શિષ્ય કહે છે, “પોતાને સ્વયં સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? પોતાના આત્માને સ્વયં એટલે આત્મા વડે સ્વરૂપની અર્થાત્ સમ્યક્ત્વાદિ આઠ ગુણોની અભિવ્યક્તિરૂપ (પ્રગટતારૂપ ) ઉપલબ્ધિ (પ્રાપ્તિ ) કેવી રીતે એટલે કયા ઉપાય વડે થાય છે? કારણ કે દષ્ટાન્તનો અભાવ છે.
શ્લોક ૨
અન્વયાર્થ:- ( યથા ) જેમ (યોગ્યોપાવાનયોમેન) યોગ્ય ઉ૫દાન (કારણ ) ના યોગ્ય ઉપાદાને કરી, પત્થર સોનું થાય,
તેમ સુદ્રવ્યાદિ કરી, જીવ શુદ્ધ થઈ જાય. ૨.
શિષ્યને પૂછવાનો આશય એ છે કે સ્વ-સ્વરૂપની સ્વયં પ્રાપ્તિને સિદ્ધ કરે, તેવા દૃષ્ટાન્તનો અભાવ છે, તો દષ્ટાન્ત વિના ‘સ્વયં સ્વભાવાસિ ’ એ કથનને સાચું કેવી રીતે માની શકાય ?
આચાર્ય તેનું સમાધાન કરે છે
* अइसोहण जोएणं सुद्धं हेमं हवइ जह तह य । कालाईलद्व अप्पा परमप्पओ વવિ।।ર૪।। Please inform us of any errors on rajesh@Atma Dharma.com
[ -મોક્ષપાદુઙે ]