Book Title: Idar Samsthanna Ketlak Puratan Avshesho
Author(s): Pandharinath A Inamdar
Publisher: Department of Archeology

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવીન પ્રકાશ પડી શકે. એથી આ અવશેષોને સાચવી અને જાળવી રાખવાનું કામ કરવું જોઈએ. તેઓશ્રીએ આ બાબત નામદાર મહારાજાધિરાજ સાહેબ બહાદુર સમક્ષ નિવેદન કરવાનું વચન આપ્યું હતું. મહારાજાધિરાજ સાહેબ બહાદુર સંસ્થાનના પ્રાચીન ઇતિહાસ અને પુરાતન સંસ્કૃતિના પ્રેમી હોઈ, તેઓશ્રીએ પુરાતત્ત્વ સંશોધનનું એક અલગ ખાતું ખોલવાની મંજૂરીનું ફરમાન આપ્યું. એ પુરાતત્વખાતું અલગ સ્ટાફની શક્તિઓ ભાગતું વિશાળ ખાતું બની રહે ત્યાં સુધી એ સંભાળવાનું કામ મેં મારે શિરે લીધું. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાનની મારી મહેનતનું ફળ આ પુસ્તિકામાં મૂકવાની હું રજા લઉં છું. સંસ્થાનના પ્રાચીન ઇતિહાસ વિષેનું આ અલ્પ નિવેદન અને મંદિરે, ઘુમ્મટની છત, શિલ્પમૂર્તિઓ તથા વાવોનાં આ પુસ્તિકામાં આપેલાં ફચિત્રો જનસમાજની રસવૃત્તિને જાગૃત કરી આ પ્રદેશના પુરાતન ઇતિહાસ અને સંસ્કૃતિ ઉપર પ્રકાશ પાડવામાં ઉપયોગી થશે તે હું મારો શ્રમ સાર્થક થે લેખીશ. મહારાજાધિરાજ સાહેબ બહાદુરે જે ઉદારતાથી પુરાતત્ત્વસંશોધનખાતે યોજવા માટે ઉમદા ગ્રાન્ટની મંજૂરી ફરમાવી છે તે બદલ તેઓશ્રીને તથા મે. દિવાન સાહેબના અવિરત સમભાવ અને સહાય બદલ તેઓશ્રીને હું અત્યંત ઋણી છું. પંઢરીનાથ આ ઇનામદાર ડાયરેકટર ઑફ પબ્લિક ઈસ્ટ્રેશન ઍન્ડ આર્કીઓલોજી ઈડર સ્ટેટ હિંમતનગર ૧ નવેમ્બર ૧૯૭૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 97