________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચના અને વદનશોભા બતાવતી મૂળની સુંદર કોતરણું જોવા મળે છે તાપ, વરસાદ અને સમયના ઘસારાથી આ પ્લાસ્ટરે આકૃતિઓને સારી રીતે રક્ષેલી છે, તે બીજી મૂર્તિઓ સાથે સરખામણું કરતાં સ્પષ્ટ જણાય છે.
પ્લેટ ૧૨ ૨૮-૨૯-૩૦ કતરેલી કમાને અને સ્તંભના ભાગે, રેડા. આશરે ૧૧મી સદી ઇસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
કોતરણું સુંદર છે અને તેની રચના સાદી છતાં ઉઠાવદાર અને આકર્ષક છે. જાણે લાકડાંની કોતરણી હોય એવી લાગે છે.
પ્લેટ ૧૩ ૩૧ સ્તની કુંભીને એક ભાગ, રેડા. આશરે ૧૧મી સદી ઈરવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
દ્વારપાળ અને તેની સહચારિણીનાં આલેખને ગૌરવભરી છટા દાખવતાં સામસામાં કોતરેલાં છે. - ૩૨ એક ખંડિત કમાનને અને સૂર્યમુખી ફૂલ કતરેલો ખંડિત પત્થર. આશરે ૧૧મી સદી ઇસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
કમાનની આકૃતિમાં ત્રણ માણસો બેઠેલા બતાવ્યા છે અને તેમના માથા ઉપર બીજા ચાર માણસો અથવા કપિઓ બેઠેલા છે. બાજુમાં કીર્તિમુખો છે. આખી આકૃતિ પુષ્પાકારી લાગે છે. સૂર્યમુખી આકૃતિ સાદી છતાં ઉઠાવદાર રેખાઓવાળી છે.
પ્લેટ ૧૪ ૩૩ પવિત્ર નંદી, શામળાજી. આશરે ૯મી સદી ઇસ્વી. પુરાતત્તવ સંગ્રહાલય હિમતનગર.
૫૬
For Private and Personal Use Only