________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેના પાયા સિવાય બીજું કશું ત્યાં નથી. એટલે એમાં કોણ દેવતા હશે તે કલ્પવું મુશ્કેલ છે. શિવનું મંદિર વિષ્ણુના મંદિર કરતાં સહેજ વધારે મોટું છે. આજે આ મંદિરના ગર્ભભાગમાં એક પણ મૂર્તિ નથી, પણ બાજુના ગોખમાંની વરાહ, નરસિંહ અને ધ્યાનસ્થ વિષ્ણુની આકૃતિઓ ઉપરથી તે વિષ્ણુમંદિર તરીકે અને બીજાના ગોખમાંની શિવ અને ગણેશની આકૃતિઓ ઉપરથી તે શિવમંદિર તરીકે ઓળખાઈ આવે છે.
આ મંદિરની બાંધણી ઘણુ પુરાતન છે અને ભી સદીનાં એસીઆ જોધપુરના સુર્યમંદિરની બાંધણીને સારી પેઠે મળતી આવે છે. આ મંદિર સમૂહમાં એક અથવા વધારે સૂર્યમંદિર પણ હતાં અને તે જોધપુરના એસીઆ મંદિર કરતાં પણ જૂનાં હેવાં જોઈએ. મંદિરના આગલા ભાગમાં કોતરણીવાળો એક પ્રવેશભાગ છે પણ મંડપ નથી.
પ્લેટ ૨૭ પર–૫૩ મધ્યસ્થ સમૂહમાંનાં બે મંદિરોને દેખાવ, રોડા. ૯ અથવા ૧૦મી સદી ઈસ્વીને શુમાર.
બે જુદી જ જાતના પ્રવેશમંડપ અને એક નાને મંડપ દર્શાવેલાં છે.
પ્રવેશ મંડપના આગળના ઉચ્ચ ભાગમાં એક દેવતાની આકૃતિ છે જેના ઉપરથી મંદિરના દેવતાની ઓળખ થાય છે, નં. પની આકૃતિ કમાન અને મંદિરનું જોડાણ બતાવે છે.
૫૪ ભિલોડાને કીર્તિસ્તંભ. આશરે ૧૫ સદી સ્વી.
એ સમચોરસ સ્તંભ ૧૯ ફૂટન છે અને ત્રણ માળ છે જે ઉપર જવા માટે વચમાં ગોળાકાર સીડી છે. આ સીડી મૂર્તિવાળા ભયમંદિરને વીંટળાઈને આવેલી છે. સ્તંભ વડે ઘુમ્મટને
For Private and Personal Use Only