________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથમાં ખડ્ઝ અને ઢાલ સાથે ગામની ગાયોનું રક્ષણ કરવા વાધની સાથે લડતા વીરનું તેમાં આલેખન છે. સૂર્ય અને ચન્દ્રની તેમાં આકૃતિઓ છે અને નીચે લગભગ ભૂંસાઈ ગએલો એક શિલાલેખ છે.
પ્લેટ ૨૧ ૪૪ ખેડબ્રહ્માનું બ્રહ્માજીમંદિર. લગભગ ૧૨મી સદી ઇરવી.
મિ. કઝેન્સના મત પ્રમાણે મંદિર બારમી સદીનું છે. પુરાતન મંદિરમાંથી માત્ર ગર્ભભાગ જ સચવાઈ રહે છે અને મંડપ તથા મંદિરનું ઈંડું નાશ પામેલાં છે. હાલન મંડપ ઈટોથી ચણેલો છે. ભુંસાઈ ગએલી આકૃતિઓ અને કોતરકામ પરથી જણાય છે કે મંદિર ખૂબ પુરાતન છે. મંદિરની ત્રણે બાજુના ગેખલામાં બ્રહ્માની આકૃતિઓ છે. રચના સરળ હોવા છતાં ઉહાવદાર અને મને રમ છે.
પ્લેટ ૨૨ ૪૫ લીંભોઇની વાવ. આશરે ૧૭મી સદી ઇસ્વી.
વાવના પ્રવેશભાગ ઉપર એક છત્રી છે. પગથિયાંની શરૂઆતમાં બંને પડખાંની દિવાલમાં શિવ અને વિષ્ણુની બે સુંદર મૂર્તિઓ છે. ઊંડે ઉતરતાં બંને બાજુએ સુશોભિત કોતરણીવાળા ગેખ છે. આ ગેખમાં હાલ મૂર્તિઓ નથી પણ મૂળે તો તેમની રચના મૂર્તિઓ મૂકવા માટે જ હશે.
વાવને મુખ્ય કોઠે એ આખા ચણતરને બીજે છેડે છે અને ત્યાં બેસવા માટે પત્થરની સુંદર બેઠક છે, જેની બંને બાજુએ ઉપર ચડવા માટે પત્થરની ગળાકાર સીડી છે. આ વાવની લંબાઇ ૧૮૦ ફૂટ છે.
For Private and Personal Use Only