________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારંગદેવ પૃથ્વીને વિષે શોભી રહ્યો. દુષ્ટ સ્વભાવના ગગને યુદ્ધમાં હરાવીને તેણે અનેક દિશાઓમાં હાંકી કાઢવા. ૧૨
શ્રી રામને ઔરસ પુત્ર કણ નામને પૃથ્વીને વિષે પ્રખ્યાત છે, જે શ્રુતિ અને શાસ્ત્રના વિધિને અનુકૂળ રહીને પ્રજાનું પાલન કરે છે.
૧૩ આ રીતે કર્યું રાજ ગાદી ઉપર સ્થપાયે ધર્મ શાશ્વત થાઓ, ગોત્ર ગારવને પામે અને મેઘની નિયમિત વૃષ્ટિ થાઓ. ૧૪
ચાલુક્ય વંશને વિસ્તાર સંક્ષેપવડે મેં આ પ્રમાણે કહ્યો છે. તેને ગુણનું વિસ્તૃત વર્ણન પૂરેપૂરૂં આપવાને હું અસમર્થ છું. ૧૫
પવિત્ર વિષ્ણુપદને વિષે રક્ત અને શંકરપૂજનને વિષે ઉત્કૃતિ એવા નિર્મળ વંશનું હું હવે આખું વર્ણન આપું છું. ૧૬
શાંડિલ્યના ઉત્તમ ગોત્રમાં પ્રથમના સમયમાં મહાદેવ નામને પુરુષ થયે જે શંકરના આરાધનને વિષે અનુરક્ત અને દાન તથા ધર્મને વિષે પરાયણ હતે.
૧૭ કીર્તિવમાં શ્રેષ્ઠ પ્રબલ અને તેજસ્વી પ્રજેશ્વર (પ્રજાને નાથ)નામને તેને પુત્ર શંકર ભગવાનના લલાટપ્રદેશના આભૂષણ સુધાંશુનાથ જે શોભી રહ્યો.
૧૮ તેને પુત્ર ભૂમિતલને ભૂષણ, દેના માર્ગને પામેલ મુંજાલદેવ લોકોને અને કપિલા ધેનને આશ્વાસન આપીને ગાયોના સંરક્ષણાર્થે મૃત્યુવશ થયો.
તીવ્ર ખગ અને ગાઢ બાણોથી સંયુત તથા યષ્ટિ, અને શક્તિનાં અ વડે શત્રુઓને તાપ પમાડનારો, અને, જેણે પિતાના ધનુષ્યની પણછ ઉપર બાણ ચડાવેલાં છે એ તે ગાયના રક્ષણાર્થે સત્વર મરણને વશ થ.
૧૯
For Private and Personal Use Only