________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રપરિચય
પ્લેટ ૧ ૧ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલી શિવની મસ્તક રહિત મૂર્તિ. ઈસ્વી સનની શુમારે ૭મી સદીને ઉત્તર ભાગ. પુરાતત્તવ સંગ્રહાલય હિંમતનગર.
વસ્ત્રપરિધાનની રીતિ અને ખાસ કરીને કટિભાગ પરની પ્રન્થીઓ નેધવાલાયક છે.
૨ શામળાજીના ડુંગરોમાંથી મળી આવેલી આઠ ભાતકાએમાંની એક કૃશોદરી અથવા ચામુંડાની લાક્ષણિક મૂતિ. આશરે ૭મી સદી ઈવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિમતનગર.
વિશિષ્ટ પદ્ધતિથી કેશગુંફન કરેલું છે અને જાણે મથાળે નાના મુક્ટથી કેશ બાંધેલા છે. ઢળી પડેલાં લંબમાન સ્તન, કૃશ ઉદર, મનુષ્યની મુંડમાળા અને ડાબા હાથની હથેળીમાં તાજું કપાએલું મનુષ્ય મસ્તક એ આની વિશિષ્ટતાઓ છે. તેણે વ્યાઘચર્મ ઓઢેલું છે અને તેમાંથી નખ અને પંજા સ્પષ્ટ તરી આવે છે. વ્યાધ્રચર્મના છેડાઓની ગ્રન્થી ખાસ નેધવાલાયક છે.
૩ શામળાજીની ટેકરીઓમાંથી મળી આવેલી અષ્ટ ભાતુકાઓ માંહેની એક એન્જી (ઇન્દ્રની શક્તિ)ને નીચેનો ભાગ. આશરે ધી સદી ઇસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
મૂર્તિની કોમળ છટા, અંગોના ગેળ ભરાવ અને ઉદરનું સંવિધાન કળામય છે. વસ્ત્રપરિધાનમાં છેડા અને કરચલીઓ સુંદરરીતે દર્શાવેલાં છે. ડાબી બાજુએ કેડ પર બાળક ઊંચકર્યું હોય
૪૯
For Private and Personal Use Only