________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંને આકૃતિઓએ નપુર સુધી પહોંચે એવાં વસ્ત્ર પહેરેલાં છે. બંનેના વાળ ઓળેલા છે અને શિરમુકુટથી વ્યવસ્થિત કરેલા છે. કુંડળ, કઠાભરણ, હસ્તવલય અને ભુજ બંધ બંનેએ ધારણ કરેલાં છે. પાર્વતીનાં નપુર દેખાવે સુકોમળ છે. શિવને છે અને પાર્વતીને ચાર હાથ છે. બે હાથથી શિવ વીણ વગાડે છે, એક હાથમાં નાગ ધારણ કરેલો છે, બે હાથથી એમણે ત્રિશલ પકડેલું છે અને એક હાથ નાગના પુચ્છની પાસે છે.
પ્લેટ ૪ - ૯ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલી બાળક સાથેની એક સ્ત્રીની મૂર્તિ. શુમારે ૯મી સદી ઈસ્વી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
મેટાં કુંડળો, કઠાભરણુ અને સૂત્રગ્રથિત રત્નખચિત શિષ મૂર્તિએ ધારણ કરેલાં છે. ઉત્તરીય પણ છે.
૧૦ શામળાજીની અનન્ત બ્રહ્માની મૂર્તિ. આશરે ૬ઠ્ઠી અથવા ૭મી સદી ઈવી.
એક અત્યંત વિરલ અને અપ્રતિમ આકૃતિ. એ ક્યા દેવતાની મૂર્તિ છે એ ચોક્કસપણે હજી નક્કી થઈ શક્યું નથી. ચાર મસ્તક અને આઠ હાથ એને છે. લગભગ બધા હાથ ખંડિત છે. મુખ્ય મૂર્તિમાંથી પ્રગટી નીકળતી બીજીવીસ આકૃતિઓ તેમાં છે. મૂખ્ય મૂર્તિએ કંઈક ઊંચકેલું હોય એવી તેની છટા છે. મધ્યસ્થ આકૃતિઓ થોડી મોટી છે તેથી સ્પષ્ટ તરી આવે છે. નિતમ્બ ઉપર બાંધેલા વસ્ત્રના છેડાની ગ્રથિત રેખાઓથી અને આગળ આવતી પાટલી ઉપરથી પહેરેલું પીતાંબર જણાઈ આવે છે.
આ મૂર્તિને સારો પરિચય કરાવતે વિશેષ પ્રકાશ કઈ વિદ્વાન ફેંકશે તે હું ઘણો આભારી થઈશ.
પર
For Private and Personal Use Only