________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેડબ્રહ ખેડબ્રહ્મા અથવા બ્રહ્મક્ષેત્ર-સંસ્થાનમાં સૌથી પ્રાચીન જગ્યાવડાલીથી સાત માઈલ ઉત્તર આવેલું છે અને હરણાવ, કસાબી અને ભીમાશંકરી એ ત્રણ નદીઓના સંગમ ઉપર તે વસેલું છે.
ભૂગુઋષિએ આ સ્થળને પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ કરી અહીં અનેક યજ્ઞયાગાદિ કરેલા. મહાદેવ, દેવી અને સૂર્યનાં મંદિરોના ભગ્નાવશેષો તથા વાવની જીર્ણ થએલી અને અર્ધખંડિત થએલી સ્થિતિ ઉપરથી જણાય છે કે આ સ્થળ પ્રથમ વિશાળ હશે પણ કાળના ધસારાને લીધે એને વિસ્તાર ઘટી ગયે હશે. ગામના પ્રાન્ત ભાગમાં તથા નદીના સામે કિનારે દૂર સુધી આવા અવશેષો છે એટલે સ્થળને વિસ્તાર વધુ હશે એમ ચોક્કસ અનુમાન થાય છે. અદિતિની વાવમાંના એક શિલાલેખ પરથી સાબિત થાય છે કે છેક ૧૩ મી સદી સુધી આ સ્થળ ઘણું માતબર સ્થિતિમાં હશે. કહેવાય છે કે જૂના કાળમાં અહીં મંદિર અને વાવો સંકડેની સંખ્યામાં હતાં.
હજી પણ ૧૫ ઈંચ લાંબી, ૧૦ ઇંચ પહોળી અને ૪ ઈંચ જાડી ઈટ જૂનાં મંદિરો અને ઘરનાં ચણતરમાંથી મળી આવે છે. અને નવા મકાનનાં ચણતર માટે પાયાનું ખોદકામ કરતાં તે અનેક વાર હિંદુ અને જૈન મૂર્તિઓ મળી આવે છે. | ગુપ્ત સમયના રિવાજ મુજબ ઈટ ઉપર આંગળાંની છાપ જોવામાં આવે છે. વળી જૂના ખંડેરોનું ખોદકામ કરતાં ગુપ્ત સમયના ચેથા સિકાને લગતા યજ્ઞના અશ્વના ચિત્રવાળા “ગધેયા’ છાપના સિક્કા પણ હાથ લાગે છે. આ બધું, આ સ્થળ અતિ પ્રાચીન છે એમ પુરવાર કરે છે. બ્રહ્માજીનું મંદિર અને તેની સામેની વાવ, ભૃગુ આશ્રમ
૧૫.
For Private and Personal Use Only