________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મટાડામાં ગામની પૂર્વ ભાગોળ તળાવની બાજુમાં કેટલાક શિવમંદિરોના અવશેષ છે. ધોળા આરસપહાણનાં મોટાં કદનાં લિંગ ત્યાં પડેલાં છે અને ધનની શોધમાં લુંટારૂઓએ તેમને સ્થાનભ્રષ્ટ કર્યા હોય તેમ લાગે છે. એક જ હારમાં બંધાએલાં અગિયાર મંદિરો અહીં હતાં. અત્યારે એ સર્વે કેવળ ખંડિત દશામાં છે.
પાંથલ મટેડાથી ત્રણ માઈલ દૂર પાંથલ ગામને કઈ સમયે સમૂળગો વિનાશ થયો હોય એમ લાગે છે. હિંદુ અને જૈન મંદિરના તથા કેટલાંક ઘરોના અવશેષો સિવાય ત્યાં બીજું કાંઈ જ નથી. ધનની શોધમાં લુંટારૂઓએ તેમના રિવાજ મુજબ બધી મૂર્તિઓને સ્થાનભ્રષ્ટ કરેલી છે. આ સ્થાનમાંથી નીકળી અન્યત્ર જઈ વસેલા બ્રાહ્મણે પાંથળિયા બ્રાહ્મણ કહેવાય છે અને તેમાંના કેટલાક વડાલીમાં વસ્યા છે. નવું પાંથલ ગામ દક્ષિણે બે માઈલ દૂર છે જ્યાં માત્ર થોડાં ઝૂંપડાંઓ છે.
પોશીના ખેડબ્રહ્માથી ઉત્તરે ૩૦ માઇલ દૂર રાજ્યની ઉત્તર સરહદ પર આવેલું પોશીના ગામ અરવલ્લીની ટેકરીઓની વચ્ચે છે. દિવાલપર મૂર્તિઓવાળું એક શિવમંદિર, એક વાવ, એક સૂર્યમંદિર અને કેટલાંક જૈન મંદિરે ત્યાં છે. જૈન મંદિરના શિલાલેખ ઉપર ૧૫મી સદી છે.
એક જૈન મંદિરના મંડપમાં ૬ ફૂટ ઊંચું ધોળા આરસપહાણનું સુંદર રીતે કોતરેલું મૂર્તિ પધરાવવાનું સિંહાસન છે. દેવને માળા ધરાવતી સ્ત્રી અને પુરુષની બે આરસમૂર્તિઓ પણ ત્યાં છે. મંદિરના કરતાં તેને સમય વધારે ને હોય એમ લાગે છે.
For Private and Personal Use Only