________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક માઈલ દૂર સામેની ટેકરી ઉપર જૂના કસનગઢ ગામના અવશેષે છે જેના ઉપરથી એ મોટું ગામ હોય એમ લાગે છે. ટેકરીની તળેટીમાં એક જૈન ચિંતામણજીનું મંદિર છે.
પ્રતાપગઢ (સાબલી) પ્રતાપગઢ ગામે સુંદર સુશોભન અને કતરણીવાળો એક કુંડ છે. રાવ ભારમલના સમયને સંવત ૧૫૮૨ (સને ૧૫ર૬)ને એક શિલાલેખ પણ ત્યાં છે. આ કુંડ આખા ગામને પાણું પૂરું પાડે છે અને સારી સ્થિતિમાં છે. આ સ્થળમાં ઘણાં જૈન મંદિર છે તેથી જૂના સમયમાં એ ખૂબ સમૃદ્ધ હોવું જોઈએ. ગામની પશ્ચિમે એક શિવમંદિર અને એક વાવ છે.
પાલ અને તાકાહૂા દિગમ્બર જૈનેનાં ઘણાં મંદિરો આ તરફ છે. વસ્તુતઃ એ મંદિરે આ સંસ્થાનમાં ઠેર ઠેર જોવામાં આવે છે. દિગમ્બરે જૂના સમયમાં તે ખૂબ સમૃદ્ધ હતા, પણ પાછળથી વેતામ્બર વધુ સમૃદ્ધ અને બળવાન બનતા ગયા તેમ તેમ તેઓ પાછળ પડતા ગયાં. ઈડર, વડાલી અને અન્ય સ્થળોમાં હજી પણ દિગમ્બરોની મોટી સંખ્યા છે.
આગિયા-મટેડ આગિયા અને મટેડા ગામ ખેડબ્રહ્માથી ઉત્તરે આઠ માઈલ દૂર છે અને બંને ગામે બહુ નજીક છે અહીં જૈન અને હિંદુમંદિરોના અવશેષો છે, જેમાંના હિંદુમદિરે વિશેષ જૂનાં છે.
આગિયામાં ગામને ગોંદરે દેવીનું પંચાયતન મંદિર નાશ પામેલું છે અને ગામની વચમાં જૈન મંદિરના અવશેષો છે. તળાવમાં એક બીજું શિવમંદિર છે જેનો જીર્ણોદ્ધાર સંવત ૧૫૩૪ (સને ૧૪૭૮)માં થએલે જણાય છે.
For Private and Personal Use Only