________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાદરની નિશાળના મકાન નજીક અને વડાલીમાં વવનાથ મહાદેવના મંદિરમાં આવા શિલાલેખેના પત્થરો જોવામાં આવે છે. વડાલીના પત્થર ઉપર ૧૩મી સદી અને ગુજરાતના રાજા અર્જુનદેવના નામને ઉલ્લેખ છે.
દાવડમાં આંકેલ માતાની વાવ નજીક તથા હાથમતી અને ઘઉવાવના સંગમ ઉપર કુંડલેશ્વર મહાદેવના મંદિરમાં આવા ૧૩મી સદીના પાળિયા છે. દાવડના પાળિયા ઉપર મહામલેધર ગુર્જરરાજ લુણધવલના નામનો ઉલ્લેખ છે. આ લેખમાં મળી આવતા ગુજરાતના રાજાઓનાં નામ તથા સમયનો ઉલ્લેખ અગત્યને છે.
વડાલી અને ભિલોડા ગામ જ્યાં પુરાતન સમયમાં જૈન લોકો વિશેષ આબાદ હતા ત્યાં ગામના ગોંદરે ૧૫મી સદીના સ્તંભ ઉપર કોઈ મોટા ઋષિઆચાર્યું કરાવેલા યજ્ઞની ધાર્મિક વિધિઓને ઉલ્લેખ છે. લેખની સાથે જ યજ્ઞાચાર્યની ઊભી મૂર્તિનું આલેખન છે અને તેના ધર્મવંશની હકીક્ત તેમાં આપેલી છે.
ઐતિહાસિક અગત્યનાં સ્થાનેનું અને અવશેષોનું આ અલ્પ અવલોકન એ માત્ર પ્રાથમિક નિરીક્ષણનું જ ફળ છે. સવિશેષ હકીકત મેળવવા માટે વધારે સમય અને મહેનતની જરૂર છે, કારણ કે હજી સંશોધન માટે પુષ્કળ અવકાશ છે.
સંવહાલય કેટલીક જૂની મૂર્તિઓ અને શિલ્પકામના ભગ્નાવશેષોને પડતર દશામાંથી બચાવી હિંમતનગરના સંગ્રહાલયમાં રાખવામાં આવેલાં છે. શામળાજી અને અન્યત્ર ભળેલી કેટલીક મૂર્તિઓ તો છેક છઠ્ઠી સદીની છે અને તેનું સ્થાપત્યવિધાન કલામય અને સુઘટિત શરીરરચનામય છે. આ પ્રદેશની પ્રાચીનતા ઉપર પ્રકાશ ફેંકવા માટે તે ખૂબ અગત્યની છે.
For Private and Personal Use Only