________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધારે મૂર્તિઓ હાથ લાગી છે. આમાંની કેટલીક ઇડરના ગઢ ઉપર દિગમ્બર જૈન મંદિરમાં રાખવામાં આવી છે અને તે બારમી સદીની હેય તેમ જણાય છે.
મંદિરની સામેની વાવ સુઘટિત અને વિશાળ છે. તેનો સમય નક્કી કરવા માટે એક શિલાલેખ નથી, પણ ભૂખરિયા રંગના ગ્રેનાઈટ પત્થરને તેમાં ઉપયોગ થએલો છે તે ઉપરથી તે ચૌદમી સદીમાં બંધાઈ હોવાનો સંભવ છે. ઊર્વભાગના આધારભૂત ટેકાઓ અને અંતભંગના પાણીની નજીકના દેવદેવીઓના ગોખલાઓ ઉપરથી તે પુરાતન હોય તેમ જણાય છે.
નદીના સામા કિનારે એક ટેકરી ઉપર ગામથી અગ્નિ કણમાં ગુઋષિને આશ્રમ આવેલો છે. નજીકમાં જ એક બાજુની ટેકરી ઉપર ક્ષેત્રામ્બા માતાજીનું મંદિર છે. આશ્રમમાં માત્ર એક નાનું શિવમંદિર છે. આ સિવાય બીજા કંઇ એતિહાસિક અવશેષો
ત્યાં નથી. માઘ માસમાં આશ્રમથી થોડે દૂર પશ્ચિમે નદીના કિનારા પર દર વર્ષે એક મે મેળે ભરાય છે.
નદીના ગામ ભણીના કિનારે. ભૃગુઋષિના આશ્રમ તરફ જતાં અધવચમાં પંખનાથ મહાદેવનું એક પ્રાચીન મંદિર આવે છે. તેને મુખ્ય ભાગ મુસલમાનોના આક્રમણથી બચી ગયું હોય તેમ જણાય છે. તેને બહિર્ભાગના ગોખમાં નટરાજ શિવની એક સુંદર નૃત્યમૂર્તિ છે (પ્લેટ ૬, નં. ૧૪).
મંદિરના ગર્ભમાં શિવનું ઘડેલું લિંગ નથી, પણ પત્થરની લિંગ જેવી આકૃતિ છે જેથી લોકે એને સ્વયંભૂ કહે છે. કહેવાય છે કે ગરુડને નાગરાજ પિંગલનાગ સાથે આ સ્થળે યુદ્ધ થએલું. એ નાગરાજના મૃત્યુના અને ગરુડની યુદ્ધમાં કપાઈ ગએલી પાંખના સ્મારક તરીકે આ મંદિર ચણાએલું છે. સર્પરાજ પિંગલ
For Private and Personal Use Only