________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાઈ વિદ્વાન આ બાબત ઉપર પ્રકાશ પાડશે તે એક ઉપયાગી કામ થશે. પુરાતન સમયથી આજ સુધી એ મૂર્તિ અનન્તબ્રહ્મા તરીકે ઓળખવામાં આવી છે.
રઘુનાથજીનું મંદિર જેમાં ઈંટાના ઉપયેગ થએલા છે તે સિવાયનાં લગભગ ઘણાંખરાં મંદિશમાં રેતીઆ પત્થરનું ચણુતર છે. અહીંનાં મોજાં ભ્રમ દિશમાં પણ ઈંટાને પુષ્કળ ઉપયેાગ થએલા જોવામાં આવે છે. એ આખું સ્થાન જાણે ઈંટાના જ બનેલે માટા ટેકરા હાય એવું છે; અને આ ઈંટા તેમના કદ ઉપરથી કયા વિવિધસમયે તે વપરાએલી તેને નિર્ણય કરવામાં મદદરૂપ થશે એમ માનવાને કારણ છે.
૧૯૩૪ના જાન્યુઆરી માસમાં શામળાજીની ટેકરીની કરાડેામાંથી માતૃકા અને બીજાં દેવદેવીઓની છઠ્ઠી અને સાતમી સદીની ઘણીક મૂર્તિએ હાથમાં આવેલી તે ઉપરથી આ સ્થળ ખૂબ પ્રાચીન હોય તેમ જણાય છે. ૧૯૩૫ના નવેમ્બર માસમાં કોઈ પુરાતન રાક્ષસનાં અથવા પ્રાણીનાં હડપચીનાં હાડકાં, એક ખભાની હાંસડી, પાંસળીના ટુકડા વગેરે બાજુના દેવની મેારી નામના ગામ પાસેથી મળી આવ્યાં છે, અને જો કોઇ વિદ્વાન આ અસ્થિઓને ઓળખી શકે તો આ સ્થળના સમય પરત્વે નિર્ણય કરવામાં તે બહુ મદદરૂપ થાય.
દેવની મેરીના શામળાજીની બાજુના પાદરમાં નિદરેશના અવશેષના અનેક ટેકરા પડેલા છે અને તેમાંથી કાળા પત્થરનાં શિવલિંગા હાથ લાગે છે, ટીંટામાં પાર્શ્વનાથજીની જે મૂર્તિ છે તે પણ આ સ્થળના જ એક ભગ્ન મંદિરમાંથી ખસેડી લઇ જવામાં આવેલી છે એમ કહેવાય છે. આ જગ્યા શામળાની નજીકમાં જ છે. એટલે તેના જુદા ઉલ્લેખ કર્યાં નથી.
૨૩
For Private and Personal Use Only