________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય. કીર્તિસ્તંભના બહિર્ભાગની કોતરણીમાં હિંદુ દેવો અને દિગ્યાલોની મૂર્તિઓ છે. ઉપરાંત તેમાં એ કાળના લોકજીવનના રોજીંદા પ્રસંગો પણ કેરેલા છે.
ભિલોડાની પૂર્વે ત્રણ માઈલ દૂર ભેટાલી અને શામળાજી તરફ જતાં રસ્તાની બાજુમાં રેટડાની વાવ આવે છે જે સંવત ૧૫૯૯ (સને ૧૫૪૩)માં બાંધવામાં આવેલી છે. ટીટેઈની વાવની માફક અહીં પણ વાવના શિલાલેખમાં સ્ત્રી અને પુરુષોનાં નામ આપેલાં છે તે ઉપરથી એ કાળમાં ઊંચા પ્રકારની જનસંસ્કૃતિ વિસ્તરી હેવી જોઈએ એમ સાબિત થાય છે.
ભેટાલી ભિલોડાથી ચાર માઈલ દૂર શામળાજી તરફના રસ્તા ઉપર એક ડુંગરીની નીચે ભેટાલી ગામ છે. એક શિવપંચાયતનનું મંદિર, એક જૈન દેવાલય અને એક વાવ એ અહીંના પુરાતન અવશેષો છે. જૈન દેવાલય ૧૬મી સદીનું છે, પણ શિવમંદિર એથી અગાઉનું જણાય છે અને તે સારી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે. પાર્વતીની મૂર્તિ નીચે અહી સંવત ૧૫૦૭ (સને ૧૪૫૧)નો એક શિલાલેખ છે, પણ આ મૂર્તિ પાછળથી મંદિરમાં મૂકવામાં આવી હોય તેમ લાગે છે. ચારે ખૂણા પર નાનાં ઉપમંદિર સાથેનું પંચાયતનનું આ મંદિર ભૂતકાળનાં શિવમંદિરનો એક સારો નમૂનો છે.
ભિલોડાથી અગ્નિકોણમાં ૧૨ માઈલ દૂર મે નદીને કાંઠે શામળાજી નામનું યાત્રાનું સ્થાન છે અને ત્યાં પ્રતિ વર્ષે કારતક મહિનામાં એક મેળો ભરાય છે. તેમાં ભલે પરાંત બીજા વર્ણના હિંદુઓ પણ મોટા પ્રમાણમાં આવે છે. એ સમયે
For Private and Personal Use Only