Book Title: Idar Samsthanna Ketlak Puratan Avshesho
Author(s): Pandharinath A Inamdar
Publisher: Department of Archeology

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એડાસા મોડાસા જે પ્રથમ ઇડર સંસ્થાનનું ગામ હતું તે હાલમાં બ્રિટિશ હદમાં આવેલું છે. જૂના કિલ્લાનાં ખંડેરે અને વા ત્યાં પણ છે. કિલ્લાને ભાગ જે હજી પણ ઈડર રાજ્યના કબજામાં છે ત્યાં એક વાવ, એક મસ્જિદના ભગ્નાવશેષો, અને ઘટના ચણતરવાળી ત્રણ માળની એક ખંડિત હવેલી છે. કિલ્લાની દિવાલમાંહેના એક શિલાલેખ ઉપરથી સંવત ૧૬૦૫ (સને ૧૫૪૯)માં ગુજરાતના સુલતાન ત્રીજા મહમદશાહના સમયમાં એ બાંધવામાં આવેલાં હોય તેમ જણાય છે. રાયગઢ રાયગઢ પણ પુરાતન સ્થળ છે. તેનું આજનું નામ હાલના રાજ્યવંશના મૂળ સંસ્થાપક પુરુષ મહારાજા આણંદસિંહજીના લઘુ બધુ મહારાજ રાયસિંહજીના નામ ઉપરથી પડેલું છે. ગામમાં એક મોટું જૈનમંદિર છે, પણ હાલ ગામમાં જેનોની વસ્તી નહિ હેવાથી તે અવાવરૂ પડી રહેલું છે. વૈજનાથ મહાદેવનું મંદિર, ૧૨મી સદીનું એક દેવીનું મંદિર, ગામથી પશ્ચિમે ૧૫મી સદીની એક વાવ, પાસેના જંગલમાં સોમનાથ મહાદેવના મંદિરનું ખંડેર અને દક્ષિણે એક અર્ધભગ્ન વાવ એ આ સ્થળના અવશેષો છે. ભૂતકાળમાં આ રાયગઢ પ્રથમ એક મોટું સ્થાન હશે અને ત્યાં લોટું ગાળવાની ભઠ્ઠીઓ હશે એમ જણાય છે, કેમકે અહીં લોઢું અને બળતણ મોટા પ્રમાણમાં મળી આવે છે. સંવત ૧૫૧૪ (સને ૧૪૫૮)માં વૈજનાથ મહાદેવની વાવ લોટું ગાળનારાઓએ બાંધેલી છે. S For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97