________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નજીકનું ક્ષેત્રામ્બા માતાજીનું મંદિર, પંખનાથ મહાદેવનું મંદિર, અંબા માતાજીનું મંદિર, હાટકેશ્વરનું મંદિર, કેટલાંક જૈન દહેરાં અને વાવો એ હૈ જૂના સમયનાં સ્મારક છે.
બ્રહ્માજીના મંદિરની બાંધણી (લેટ ૨૧ નં. ૪૪) હેનરીકઝેન્સના મત પ્રમાણે ૧રમી સદીના કાળની છે. મંદિરને ઘુમ્મટ, તેનું શિખર અને આગળને ભાગ નાશ પામ્યા હશે કેમકે એ ઈટોથી ફરીથી ચણવામાં આવેલાં છે. સુભાગ્યે મુખ્ય મંદિરને અર્ધો ભાગ સચવાઈ રહ્યો છે અને એના ઉપર સુંદર કોતરણી કામ છે જેમાં દેવ, દેવીઓ, નર્તકીઓ વગેરેનો સમાવેશ છે. ત્રણ બાજુએ બ્રહ્માજીની ત્રણે મૂર્તિઓ પણ જોવામાં આવે છે. મંદિરને ગર્ભભાગ કેવળ સાદો અને કોતરણી વિનાને છે.
પૌરાણિક ઉલ્લેખો મુજબ ખુદ બ્રહ્માજીએ આ મંદિર ચણાવ્યું છે. કેઈ ઠેકાણે ભૃગુઋષિએ આ મંદિર ચણાવ્યું હોવાના પણ ઉલ્લેખો છે. પ્રાચીન કાળના આ સ્થાનમાં બીજાં અનેક મંદિરે ચણએલાં હશે એથી આ મંદિર એ મૂળ બ્રહ્માજીનું જ મંદિર હેય એમ લાગતું નથી. - બ્રહ્માજીની મૂર્તિ (પ્લેટ ૬ નં. ૧૫) ૫' ૬" ઊંચાઈમાં છે અને તેની બંને બાજુએ તેની પત્નીઓ ઊભેલી છે. મૂર્તિ મૂળ હોય તેમ લાગતું નથી. સંભવિત છે કે મુસલમાનોએ મૂળ મૂર્તિને ખંડિત કર્યા પછી તૂટેલા ભાગોને ધોળા સીમેન્ટથી પાછળથી સાંધી લેવામાં આવ્યા હોય.
મૂર્તિઓની સાચવણ બાબતમાં જૈન લોકોએ વધારે દક્ષતા બતાવી મુસલમાનોના આક્રમણ વખતે તેમને સંતાડી રાખેલી હોય એમ લાગે છે. હજી થોડા જ સમય પહેલાં વર્ષા ઋતુના દેવાણને લીધે જમીનમાં દાટેલી દિગમ્બર જૈનેની ૧૦૦ થી
૧૬
For Private and Personal Use Only