________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરુડથી બચવા માટે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ ફરતા હતા, તેવામાં નાગપંચમીને દિવસે પિતાની પત્નીની પૂજાની અનુકૂળતા ખાતર તે પિતાના મૂળ સ્વરૂપમાં તેની સમીપ હાજર થયો. તેની પત્નીએ આ હકીકત જાહેર કરવાથી તેનું મરણુ નીપજ્યું.
ગામની ઉત્તરના પ્રાન્તભાગમાં અંબામાતાનું મંદિર છે. હાલનું મંદિર સત્તરમી સદીથી બહુ જૂનું હોય તેમ જણાતું નથી. મંદિરના આંગણમાં અને બહારના ભાગમાં આવેલાં ગ્રેનાઈટ પત્થરનાં પગથિયાં જૂના મંદિરનાં હોય તેમ લાગે છે. મંદિરના કુંડની બાજુમાં હમણાં એક ધર્મશાળા બાંધવા માટે ખેદકામ કરતાં બ્રાહ્મી અને કાળી માતાની મૂર્તિઓ હાથ લાગી છે.
રેલવેની સગવડને લીધે અહીં યાત્રાળુઓની ખૂબ આવજાય છે. રાજ્ય તરફથી કોઈ પણ જાતનો કર અહીં લેવામાં આવતું નથી. મંદિરની ચોતરફ યાત્રાળુઓના ઉતાર માટે મોટી ધર્મશાળાઓ છે.
ખેડબ્રહ્માથી ઉત્તરે પાંચ માઈલ દૂર વરતોલ ગામની નજીકમાં કેટેશ્વર મહાદેવ અને ચામુંડા માતાનાં મંદિરો છે. પશ્ચિમે સાત માઈલ દૂર ગઢા ગામ નજીક ગઢા શામળાજીનું મંદિર છે.
રેહાનાં મંદિરે હિંમતનગરથી પૂર્વે નવ માઈલ ઉપરજાંબુડી ગામથી ખેડ તરફ જતાં, ભીલોડાના રસ્તાની જમણી બાજુએ રોડ ગામથી આગળ કેટલાંક દસમી સદીથી યે પહેલાંના સમયનાં પુરાતન મંદિર છે. નજીકના રેડ ગામના નામ ઉપરથી આ મંદિરને રોડાનાં મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
મંદિરના વિશાળ સમૂહ અને તેના ભગ્નાવશેષ ઉપરથી અનુમાન થાય છે કે આ સ્થળે પ્રથમ હિંદુઓનું કઈ યાત્રા
૧૮
For Private and Personal Use Only